`લૉરેન્સ બિશ્નોઈ કો ભેજૂં ક્યા...` હિજાબમાં મહિલાએ સલમાન ખાનના પિતાને આપી ધમકી

19 September, 2024 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salim Khan: સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક અજાણી મહિલાએ લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી છે. તેમણે આ ધમકી એવા સમયે આપવામાં આવી, જ્યારે તે સવારે વૉક કરવા માટે નીકળ્યા હતા.

સલમાન ખાન પિતા સલીમ ખાન સાથે (ફાઈલ તસવીર)

Salim Khan: સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક અજાણી મહિલાએ લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી છે. તેમણે આ ધમકી એવા સમયે આપવામાં આવી, જ્યારે તે સવારે વૉક કરવા માટે નીકળ્યા હતા.

ફિલ્મ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને ગુરુવારે સવારે ધમકી મળી છે. મૉર્નિંગ વૉક પર નીકળેલા સલીમન ખાનને એક હિજાબધારી મહિલાએ લૉરેન્સ બિશ્નોઈના નામની ધમકી આપી છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, એક્ટરના પરિવારે આ સંબંધે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ નોંધાવી છે. આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનના પરિવારને લૉરેન્સ બિશ્નોઈના નામની ધમકી મળી હોય. આ પહેલા સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર 14 એપ્રિલના ફાયરિંગ કરવામાં આવી હતી.

હવે સલીમ ખાનને ધમકી મળી
અહેવાલો અનુસાર, 18 સપ્ટેમ્બરના રોજ સલીમ ખાન મોર્નિંગ વોક માટે બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં ગયો હતો. પછી સ્કૂટર પર સવાર એક પુરુષ અને બુરખો પહેરેલી એક સ્ત્રી તેમની પાસે આવે છે અને તેમને કહે છે, "સાવધાન રહો, નહીં તો હું લોરેન્સને મોકલું?" સલીમ ખાન કંઈ સમજે તે પહેલા જ બંને શખ્સો નાસી ગયા હતા. ધમકી આપનાર મહિલા કોણ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.

હાલમાં બાંદ્રા પોલીસે સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપવાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, આરોપી બુરખો પહેરેલી મહિલા હજુ ફરાર છે, અને બાંદ્રા પોલીસની બે ટીમો ફરાર મહિલાની શોધમાં રવાના થઈ છે.

આ વર્ષે 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા લોકોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાદમાં, આ મામલાની તપાસ કરતી વખતે, મુંબઈ પોલીસે હુમલા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગને જવાબદાર ઠેરવી હતી અને કેસ સાથે સંબંધિત છ લોકોની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કૅનેડામાં મશહૂર પંજાબી સિંગર એ. પી. ઢિલ્લોંના વૅનકુવર શહેરમાં વિક્ટોરિયા આઇલૅન્ડમાં આવેલા ઘરની બહાર ફાયરિંગની ઘટના બનતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ કોણે કર્યું એની ઓળખ હજી સુધી થઈ નથી પણ એની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદરા ગૅન્ગે લીધી છે. આ ગૅન્ગ દ્વારા એક ધમકીભરી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે પહેલી સપ્ટેમ્બરે કૅનેડામાં બે સ્થળે અમે ફાયરિંગ કરાવ્યું છે જેમાં એક વિક્ટોરિયા આઇલૅન્ડ અને બીજું વુડબ્રિજ, ટૉરોન્ટોમાં છે જેની જવાબદારી અમે લઈએ છીએ.

એ. પી. ઢિલ્લોંએ સલમાન ખાનને ફીચર કરતો એક મ્યુઝિક-વિડિયો ‘ઓલ્ડ મની’ રિલીઝ કર્યો એના થોડા સમય બાદ ફાયરિંગની આ ઘટના બની છે. એ. પી. ઢિલ્લોંને સલમાન ખાન સાથે સારા સંબંધો છે અને તેથી આ ગૅન્ગે તેને તેની લિમિટમાં રહેવાની તાકીદ કરી છે નહીંતર કૂતરાના મોતે મારીશું એવી ધમકી આપી છે. સોશ્યલ મીડિયા પર આ મતલબની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે યે નચાર બડી ફીલિંગ લે રહા હૈ સલમાન ખાન કો ગાને મેં લે કે; તેરે ઘર પર આએ થે, ફિર આતા બાહર ઔર દિખાતા અપના ઍક્શન કરકે; જિસ અંડરવર્લ્ડ લાઇફ કી તુમ કૉપી લેતે હો, હમ અસલ મેં વહ જી રહે હૈં; અપની ઔકાત મેં રહો, નહીં તો કુત્તે કી મૌત મરોગે.

salim khan Salman Khan salman khan controversies mumbai news mumbai police bandra mumbai bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news