05 June, 2024 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન
સૈફ અલી ખાને તેની ‘જ્વેલ થીફ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત, કુણાલ કપૂર અને નિકિતા દત્તાએ કામ કર્યું છે. રોબી ગ્રેવાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે પ્રોડ્યુસ કરી છે. ૧૯૬૭માં આવેલી દેવ આનંદની ‘જ્વેલ થીફ’ પરથી આ ફિલ્મનું નામ આપવામાં આવ્યું છે, પણ એ ફિલ્મ સાથે એને કશી લેવાદેવા નથી.