૧૮.૯૪ કરોડ રૂપિયાનો ફ્લૅટ ખરીદ્યો રૉનિત રૉયે

08 July, 2024 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજિસ્ટ્રેશન માટે તેણે ૩૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવ્યા હતા.

રૉનિત રૉય

રૉનિત રૉયે વર્સોવામાં લક્ઝુરિયસ ફ્લૅટ ખરીદ્યો છે. આ ફ્લૅટની કિંમત ૧૮.૯૪ કરોડ રૂપિયા છે. અંધેરી વેસ્ટમાં આવેલા વર્સોવામાં તેણે ૪૨૬૩ સ્ક્વેર ફીટનો ફ્લૅટ વીસમા માળે ખરીદ્યો છે. આ ઘર રૉનિતે તેના અને પત્ની નીલમ રૉનિત બોઝ રૉયના નામે રજિસ્ટર કર્યું છે. આ માટે રૉનિતે ૧.૧૩ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ભરી છે. આ ફ્લૅટની સાથે તેણે ચાર પાર્કિંગ સ્પૉટ પણ ખરીદ્યા છે. આ ટ્રાન્ઝૅક્શન દસમી જૂને થયું હતું. રજિસ્ટ્રેશન માટે તેણે ૩૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવ્યા હતા.

ronit roy andheri bollywood news bollywood gossips entertainment news