18 July, 2024 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: ઇન્સ્ટાગ્રામ
Richa Chadha And Ali Fazal Become Parents: અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે ખુશીઓનો વરસાદ થયો છે. આ બંને મમ્મી-પપ્પા બની ગયા છે. રિચા ચઢ્ઢાએ 16 જુલાઈના રોજ સ્વસ્થ પુત્રી રાનીને જન્મ આપ્યો હતો. આ વાતની જાહેરાત પોતે કપલે સોશિયલ મીડિયા પર કરી છે. રિચા અને અલી પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. ગુરુવારે, દંપતીએ સાથે મળીને તેમના ઘરના આ આનંદના સમાચારની જાહેરાત કરી હતી.
આ નિવેદનમાં અલી-રિચાએ કહ્યું, “અમને એ સમાચાર શેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે 16 જુલાઈના રોજ અમારા પરિવારમાં એક સ્વસ્થ દીકરીનો જન્મ થયો છે. અમારો પરિવાર આ ખુશીથી અભિભૂત છે અને તે માટે અમે તમામ શુભેચ્છકોનો આભાર માનીએ છીએ.” અલી અને રિચા પ્રથમ વખત માતા-પિતા બન્યા છે.
આ ખુશખબરના એક દિવસ પહેલા જ કપલે તેમનું પ્રેગ્નન્સી ફોટોશૂટ શેર કર્યું હતું. આ પ્રેગ્નન્સી ફોટોશૂટના એક દિવસ બાદ જ બંનેએ પેરેન્ટ્સ બનવાની વાત કરી હતી. આ લેટેસ્ટ તસવીરોમાં કપલ આ ફેઝ એન્જોય કરતાં જોવા મળે છે.
આ પ્રેગ્નન્સી ફોટોશૂટના એક દિવસ બાદ જ બંનેએ પેરેન્ટ્સ બનવાની વાત
રિચાએ તેની પ્રેગ્નેન્સી દરમિયાન પણ આ સિરીઝને પ્રમોટ કરી હતી. આ ફોટોશૂટ પહેલા પણ રિચાએ પ્રેગ્નેન્સી દરમિયાન થતી સમસ્યાઓ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે, `મારી સમસ્યાઓ એકલી છે, પરંતુ આ એટલા માટે છે કારણ કે હું એકલી નથી. ક્યારેક ગૂંગળામણના રૂપમાં, ક્યારેક અચાનક લાતના રૂપમાં, હું મારી અંદર નાના તરંગો વારંવાર અનુભવું છું. એ અનુભૂતિ કે કોઈ સાંભળી રહ્યું છે... હું આ કળી ખીલવાની રાહ જોઉં છું, આવ દોસ્ત...`
મમ્મી બન્યા બાદ તરત કૉમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા મમ્મી બન્યા બાદ કૉમેડી ફિલ્મમાં કામ કરવાની છે. તેણે અલી ફઝલ સાથે લગ્ન કર્યાં હતાં અને તે જુલાઈમાં બાળકને જન્મ આપવાની છે. તે છેલ્લે સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળી હતી. તે હાલમાં મૅટરનિટી લીવ પર છે. બાળકને જુલાઈમાં જન્મ આપવાની છે, પરંતુ તેણે નવી ફિલ્મ સાઇન કરી લીધી છે અને એ કૉમેડી છે. આ વિશે વાત કરતાં રિચા કહે છે, ‘હું દરેક મહિલા વિશે નથી કહી શકતી, કારણ કે દરેકની મમ્મી બનવાની મુસાફરી અલગ હોય છે. જોકે હું જેમ બને એમ જલદી સેટ પર આવી જઈશ. હું લાંબો બ્રેક નહીં લઉં, કારણ કે મારાં ઘણાં પેન્ડિંગ કમિટમેન્ટ્સ છે. હું પ્રોફેશનલ અને પર્સનલ બન્ને ડ્યુટી ખૂબ જ સારી રીતે ભજવી શકીશ એવું મને લાગે છે, કારણ કે એનો આધાર તમારી આસપાસના ખાસ કરીને તમારો પાર્ટનર કેટલો સપોર્ટિવ છે એના પર પણ નિર્ભર છે. મેં મુંબઈની ઘણી મહિલાઓને પ્રેગ્નન્સીના નવમા મહિનામાં પણ મુંબઈની લોકલમાં જતાં જોઈ છે અને એમ છતાં તેમણે ગજરા જેવા લગાવ્યા હોય એવા જ રહેલા પણ મેં જોયા છે. હું ભારતની સામાન્ય મહિલાઓથી ખૂબ જ પ્રેરિત છું અને આ એક લાઇફનો પાર્ટ છે, કોઈ મેડિકલ કન્ડિશન નથી. મમ્મી બન્યા બાદ હું ઑક્ટોબરમાં નૉર્થમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.’