આ અનુભૂતિનું વર્ણન કરવા માટે કોઈ પણ ભાષામાં શબ્દો નથી

18 November, 2024 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પપ્પા બન્યા પછી કેવી અનંત ખુશી થઈ રહી છે એ વિશે રણવીર સિંહ કહે છે...

દિવાળીના દિવસોમાં રણવીર અને દીપિકાએ દીકરીના નાનકડા પગની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેનું નામ ચાહકો સાથે શૅર કર્યું હતું.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ૮ સપ્ટેમ્બરે દીકરીનાં મમ્મી-પપ્પા બન્યાં એ પછી રણવીરે પહેલી વાર પિતા બનવાની અનુભૂતિ વિશે વાત કરી છે. બૉલીવુડના આ સ્ટાર કપલે દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. દીકરી દુઆ વિશે એક ઇવેન્ટમાં બોલતાં રણવીરે કહ્યું, ‘ડૅડી-ડ્યુટી કરતાં-કરતાં મને હવે ઘણા દિવસો થઈ ગયા અને એટલે હવે હું કહી શકું છું કે અત્યારે હું અનંત ખુશીનો અનુભવ કરી રહ્યો છું. કાશ મારી પાસે આ અનુભૂતિનું વર્ણન કરવા માટે શબ્દો હોત, પણ આ ખુશીને વ્યક્ત કરવા માટે કોઈ પણ ભાષામાં શબ્દો નથી.’

ranveer singh deepika padukone bollywood news bollywood entertainment news star kids