25 November, 2026 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણનો એક સીન
સોમવારે ફિલ્મ ‘રામાયણ’ની કમાણી ૧૯ દિવસમાં પહેલી વાર બે આંકડાને પાર કરી શકી નથી. જોકે મંગળવારે ફિલ્મ સારી કમાણી કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુરુનાનક જયંતીની રજા અને ટિકિટના ભાવમાં આપવામાં આવેલી છૂટને કારણે ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો આવી શકે છે. ઍડ્વાન્સ બુકિંગમાં પણ દર્શકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.
ત્રીજા અઠવાડિયે ‘રામાયણ’ના હિન્દી વર્ઝને શુક્રવારે ૧૧.૨૫ કરોડ રૂપિયા, શનિવારે ૨૦.૦૩ કરોડ રૂપિયા અને રવિવારે ૨૫.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે સોમવારે ફિલ્મનું કલેક્શન ઘટીને ૮.૮૦ કરોડ રૂપિયા થયું હતું. આ સાથે હિન્દી વર્ઝનની ભારતમાં કુલ નેટ કમાણી ૭૫૭.૨૬ કરોડ રૂપિયા થઈ છે.