14 December, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જન્મદિનના બીજા દિવસે રજનીકાન્તે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં
રજનીકાન્તે શુક્રવારે પોતાની ૭૫મી વર્ષગાંઠ ઊજવી હતી. આ અવસરે તેમના ફૅન્સ અને શુભેચ્છકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જન્મદિવસના બીજા દિવસે રજનીકાન્ત પોતાના સમગ્ર પરિવાર સાથે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભગવાન વેન્કટેશ્વરનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
રજનીકાન્તે મંદિર-પરિસરમાં પ્રવેશ કરતાં તેમના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી. તેમની સાથે પત્ની લતા, દીકરીઓ સૌંદર્યા અને ઐશ્વર્યા પણ હાજર હતાં. દર્શન બાદ રજનીકાન્તે મંદિર-પરિસરની બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું. મંદિરની બહાર આવતી વખતે તેમણે પરિવાર સાથે ફોટો ક્લિક કરાવીને ચાહકોની લાગણીનું માન રાખ્યું હતું.