17 December, 2023 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સાલાર’ની સૌથી પહેલી ટિકિટ ખરીદી રાજામૌલીએ
પ્રભાસની ‘સાલાર ઃ પાર્ટ 1 સીઝફાયર’ બાવીસમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એવામાં ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ નિઝામમાં સૌથી પહેલાં આ ફિલ્મની ટિકિટ ખરીદી છે. આ ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ અને હોમ્બાલે ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ લીડ રોલમાં છે. રાજામૌલીએ સૌથી પહેલાં આ ફિલ્મની ટિકિટ ખરીદી છે એની માહિતી સોશ્યલ મીડિયામાં આપવામાં આવી છે. સવારે ૭ વાગ્યાનો પહેલો શો છે. રાજામૌલી, પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને હોમ્બાલે ફિલ્મ્સે લખ્યું છે, ‘લેજન્ડરી ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી ગારુએ ‘સાલાર ઃ પાર્ટ 1 સીઝફાયર’ની નિઝામમાં સૌથી પહેલાં ટિકિટ ખરીદી છે.’