રાશિ ખન્નાને પોતાની કેમિસ્ટ્રી મહેશ બાબુ સાથે બેસ્ટ લાગે છે

03 July, 2024 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાશિએ ૨૦૧૩માં જૉન એબ્રાહમની ‘મદ્રાસ કૅફે’માં સપોર્ટિંગ રોલ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી

રાશિ ખન્ના

રાશિ ખન્નાને હવે મહેશ બાબુ અને પ્રભાસ સાથે કામ કરવું છે. રાશિએ ૨૦૧૩માં જૉન એબ્રાહમની ‘મદ્રાસ કૅફે’માં સપોર્ટિંગ રોલ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. તેણે અજય દેવગન સાથે વેબ-સિરીઝ ‘રુદ્રા’ અને શાહિદ કપૂર સાથે વેબ-શો ‘ફર્ઝી’માં કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેણે ‘યોદ્ધા’માં પણ કામ કર્યું છે. તે બૉલીવુડમાં હવે ઘણી કાર્યરત છે. કોની સાથે કામ કરવા ઇચ્છે છે એ વિશે રાશિએ કહ્યું હતું કે ‘મારે ખરેખર મહેશ બાબુ સાથે કામ કરવું છે. મેં આ ઘણી વાર કહ્યું છે. મને લાગે છે કે મારી તેમની સાથેની કેમિસ્ટ્રી ખૂબ જ અદ્ભુત છે. મારે પ્રભાસ સાથે પણ કામ કરવું છે. તે ખૂબ જ સારું કામ કરી રહ્યો છે. મને તેની ‘કલ્કિ 2898 AD’નું ટ્રેલર પણ ખૂબ જ પસંદ પડ્યું છે.’

mahesh babu raashii khanna entertainment news bollywood bollywood news