પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુની ફિલ્મ વારાણસીની સ્ટોરી લીક થઈ ગઈ

09 April, 2026 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુની ફિલ્મ ‘વારાણસી’ની સ્ટોરી લીક થઈ હોવાના સમાચાર છે. આ ફિલ્મમાં VFX પર કામ કરતી કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં ફિલ્મ વિશે માહિતી આપતી થોડી વિગતો આપી છે જેના કારણે આ ફિલ્મના પ્લૉટનો ખ્યાલ આવી જાય છે.

પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુની ફિલ્મ વારાણસીની સ્ટોરી લીક થઈ ગઈ

પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુની ફિલ્મ ‘વારાણસી’ની સ્ટોરી લીક થઈ હોવાના સમાચાર છે. આ ફિલ્મમાં VFX પર કામ કરતી કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં ફિલ્મ વિશે માહિતી આપતી થોડી વિગતો આપી છે જેના કારણે આ ફિલ્મના પ્લૉટનો ખ્યાલ આવી જાય છે.

આ કંપનીએ ફિલ્મ વિશે વાત કરતી પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં એક શિવભક્તની કહાની દર્શાવવામાં આવી છે જે અસીમ શક્તિ ધરાવતી એક ગુમ થયેલી બ્રહ્માંડીય વસ્તુને શોધવા માટે સમયની પાર જોખમી મુસાફરી પર નીકળે છે. આ દરમ્યાન શિવભક્ત પ્રાચીન રહસ્યો ઉકેલે છે અને અંતે પોતાના મિશન પાછળ છુપાયેલા સત્યને સમજવા લાગે છે. આ શક્તિ પાછળ એક ખતરનાક વ્યક્તિની ઇચ્છા છે જે આખી દુનિયા પર રાજ કરવા માગે છે.

આના પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મમાં મહેશ બાબુનું પાત્ર રુદ્ર એક શિવભક્ત છે જેને પૃથ્વીરાજ સુકુમારનના પાત્ર કુંભ દ્વારા એક ખતરનાક મિશન પર મોકલવામાં આવે છે. સમયયાત્રા દરમ્યાન રુદ્રને ખબર પડે છે કે કુંભના ઇરાદા સારા નથી અને તે એક મોટી સાજિશનો ભાગ છે. ફિલ્મનો વિલન કુંભ એક રહસ્યમય વસ્તુના સહારે દુનિયા પર કબજો મેળવવા ઇચ્છે છે જેનો સંબંધ પ્રાચીન સમય, ખાસ કરીને રામાયણ યુગ સાથે જોડાયેલો છે.

mahesh babu priyanka chopra upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news