રામાયણમાં કુંભકર્ણ બન્યા છે પંચાયતના પ્રહ્‍લાદચાચા

16 March, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં મુંબઈના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોમાં કુંભકર્ણના ઇન્ટ્રોડક્ટરી સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું

ફૈઝલ મલિક

ફિલ્મમેકર નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રામાયણ’ની જાહેરાત થયા પછીથી એના કાસ્ટિંગને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. અગાઉ રિપોર્ટ હતો કે રાવણના ભાઈ કુંભકર્ણની ભૂમિકા બૉબી દેઓલ ભજવશે, પરંતુ એ વાત ખોટી સાબિત થઈ છે. હવે મળતી માહિતી પ્રમાણે લોકપ્રિય વેબ-સિરીઝ ‘પંચાયત’માં પ્રહ્‍લાદચાચાનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર ફૈઝલ મલિક ફિલ્મમાં શક્તિશાળી યોદ્ધા કુંભકર્ણની ભૂમિકા નિભાવશે અને તેણે ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂર્ણ કરી લીધું છે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળીમાં રિલીઝ થવાનો છે.

હાલમાં મુંબઈના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોમાં કુંભકર્ણના ઇન્ટ્રોડક્ટરી સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં યશ પણ હાજર હતો. આ સીન એક આંતરરાષ્ટ્રીય ઍક્શન-ક્રૂ સાથે ફિલ્માવવામાં આવ્યા હતા અને એમાં ભારે ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફૈઝલ મલિકની ઊંચાઈ અને મજબૂત કાયાને ધ્યાનમાં લેતાં તે કુંભકર્ણના પાત્ર માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. જોકે ફિલ્મની ટીમે હજી સુધી કાસ્ટિંગની સત્તાવાર જાહેરાત કરી નથી અને ફૈઝલ મલિકે પણ આ બાબતે કોઈ ટિપ્પણી નથી કરી.

nitesh tiwari ramayan upcoming movie panchayat entertainment news bollywood bollywood news ranbir kapoor yash naveen kumar gowda bobby deol