04 December, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પલાશ મુચ્છલ પ્રેમાનંદ મહારાજના શરણમાં
ક્રિકેટર સ્મૃતિ માન્ધના સાથેનાં લગ્ન પોસ્ટપોન થયા પછી મ્યુઝિક-કમ્પોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના શરણમાં પહોંચ્યો હતો. પલાશની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરમાં પલાશે માસ્ક પહેર્યો છે. જોકે પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત પછી પલાશ ફરી ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે અને મોટા ભાગના લોકો માને છે કે પલાશ હવે પોતાની ઇમેજ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સ્મૃતિના ભાઈએ લગ્નની નવી તારીખને ખોટી ગણાવી
પલાશ મુચ્છલ અને સ્મૃતિ માન્ધના હવે ૭ ડિસેમ્બરે લગ્ન કરશે એવી ચર્ચા બે દિવસથી સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે, પણ સ્મૃતિના ભાઈ શ્રવણ માન્ધનાએ આ વાતને રદિયો આપ્યો છે. શ્રવણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મને આ તારીખની કોઈ ખબર નથી. અત્યાર સુધી તો લગ્ન મુલતવી છે.’