12 April, 2023 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પહેચાન કૌન?
જુગલ હંસરાજ (Jugal Hansraj) બૉલિવૂડનો ચૉકલેટી હીરો રહી ચૂક્યો છે, જેણે પોતાના ક્યૂટ લૂક્સથી લાખો છોકરીઓને પોતાના દીવાના બનાવ્યા હતા. જુગલ હંસરાજની બ્લૂ આઈઝ આજે પણ હિપ્નોટાઈઝ કરે છે. જુગલ હંસરાજને બાળપણથી એક્ટિંગનો શોખ હતો, આથી તેણે ખૂબ જ નાની ઊંમરમાં અભિનય શરૂ કરી દીધો હતો. જુગલ હંસરાજ અનેક ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યા છે. હાલ ભલે જુગલ હંસરાજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. હાલ જુગલ અમેરિકામાં પોતાની ફેમિલી સાથે રહે છે.
જુગલ ફેમિલી સિવાય પોતાની બાળપણની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે. આ જ કડીમાં જુગલ હંસરાજની બાળપણની આ એક તસવીર ઈન્ટરનેટ પર ફરી વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની મા સાથે જોવા મળે છે. આ તસવીરમાં જુગલ હંસરાજની મા તેને ખોળામાં લઈને સ્માઈલ કરતી નિહાળી રહી છે. તો જુગલ પણ પોતાની માતાના ખોળામાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ તસવીરને અલગ-અલગ પ્લેટફૉર્મ પર શૅર કર્યા બાદ લોકો આ બાળકને ઓળખવાની ચેલેન્જ આપી રહ્યા છે.
આ પણ વાંચો : #NOSTALGIA : ઊર્મિલા માતોન્ડકરની આ તસવીરો જોઈ કહેશો... ‘મુજે પ્યાર હુઆ..`
જણાવવાનું કે જુગલ હંસરાજનો આ લૂક હવે પહેલા કરતાં ખૂબ જ બદલાઈ ગયો છે. હવે તમે તેને જોશો તે ઓળખી નહીં શકો. તાજેતરમાં જ એક્ટરની એક તસવીર સામે આવી છે, જેમાં તે અનુપમ ખેર સાથે જોવા મળે છે. આ તસવીરમાં જુગલ હંમેશની જેમ હેન્ડસમ દેખાય છે. એક્ટરની આ તસવીર પર લોકોએ `ડેશિંગ`, `સ્માર્ટ` જેવી કોમેન્ટ્સ કરતા જોવા મળે છે.