22 March, 2023 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : અભિનેતાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ
આજકાલ સ્ટાર્સની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ઘણી વખત ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની આ તસવીરો શેર કરે છે. તો ઘણીવાર સ્ટાર્સ તેમના બાળપણ અથવા બાળકોના બાળપણની યાદોને શૅર કરતા જોવા મળે છે. બોલિવૂ઼ડમાં ‘સિરિયલ કિસર’ નામે જાણીતા અભિનેતાની બાળપણની તસવીર વાયરલ થઈ છે. મમ્મીના ખોળામાં બેઠેલા આ ક્યૂટ અભિનેતાને ઓળખવો છે મૂશ્કેલ.
બોલિવૂ઼ડના ‘સિયરલ કિસર’ અભિનેતાની બાળપણની આ તસવીર તો જુઓ…
આ અભિનેતા બીજું કોઈ નહીં પણ ઇમરાન હાશમી (Emraan Hashmi) છે. આજકાલ અભિનેતાના બાળપણની એક તસવીર સોશ્યલ મીડિયા પર ફરી રહી છે. જેમાં તેનો ખૂબ જ ક્યૂટ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - #NOSTALGIA : કરિશ્મા કપૂરની આ તસવીરો જોઈને મન કહેશે, ‘લે ગઈ લે ગઈ દિલ લે ગયી…’
ઈમરાન હાશ્મીની આ તસવીરમાં તેની મમ્મી પણ સાથે છે. તસવીરમાં અભિનેતા બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. તે તેની મમ્મીની બાજુમાં અને ખોળામાં બેસીને હસતો હતો. જેમાં તેની એકદમ અલગ અને ક્યૂટ સ્ટાઈલ જોવા મળી રહી છે.
અભિનેતા ઈમરાન હાશ્મીના ફેન્સને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. લોકો તેના પર જાતભાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, આ તસવીર જોઈને કોઈ ન કહી શકે કે આ ક્યૂટ બાળક મોટો થઈને સિરિયલ કિસર બનશે.
તો અન્ય એક યુઝરે આ તસવીરને સોન્ગ ડૅડિકેટ કરીને લખ્યું છે, ‘સોચતા હું કે વો કિતને માસૂમ થે..ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે.’ ફૅન્સને અભિનેતાની આ તસવીર બહુ પસંદ આવી રહી છે.
આ પણ વાંચો - #NOSTALGIA : પૂજા બત્રાની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘દિલ યે કહે પ્યાર હોને લગા હૈ…’
નોંધનીય છે કે, ઈમરાન હાશમીએ બોલિવૂડમાં પ્રવેશ્યા બાદ રૉમેન્સની ભાષા બદલી દીધી હતી. અભિનેતાએ રૉમેન્ટિક હીરોની ભૂમિકાથી ફૅન્સનો એક અલગ વર્ગ ઉભો કર્યો છે. ઈમરાન હાશ્મીએ પોતાના કરિયરની શરૂઆત મલ્લિકા શેરાવત સાથેની ફિલ્મ `મર્ડર`થી કરી હતી. આ પછી તેણે ‘જન્નત’, ‘ચેહરે’, ‘મર્ડર ૨’, ‘હમારી અધુરી કહાની’, ‘આશિક બનાયા આપને’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. છેલ્લે ઇમરાન હાશ્મી ફિલ્મ `સેલ્ફી`માં અક્ષય કુમાર, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી સાથે જોવા મળ્યો હતો.