05 September, 2026 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષ્ણ જન્માષ્ટમીએ નિમ્રત કૌરે કર્યાં વૃંદાવનમાં બાંકે બિહારીનાં દર્શન
ગઈ કાલે કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસર પર ઍક્ટ્રેસ નિમ્રત કૌરે વૃંદાવનમાં બાંકે બિહારીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી અને તેમના આશીર્વાદ પણ લીધા. નિમ્રતે પોતાની આ આધ્યાત્મિક યાત્રાની તસવીરો અને વિડિયો પણ શૅર કર્યાં છે. તેણે વ્રજધામમાં વિતાવેલી શાંતિભરી પળોની કેટલીક તસવીરો પોસ્ટ કરીને પોતાનો અનુભવ પણ વ્યક્ત કર્યો છે. પોસ્ટમાં નિમ્રતને મંદિરમાં પૂજા કરતી અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેતી જોઈ શકાય છે.
કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતાં નિમ્રત કૌરે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે ‘વ્રજધામની જાદુઈ રજથી ધન્યતા અનુભવી રહી છું... દિવ્ય પ્રભુ અને પ્રેમના સાક્ષાત્ સ્વરૂપ સમાન આ ભૂમિથી મંત્રમુગ્ધ અને મોહિત છું. કેટલીક એવી ઝલક શૅર કરી રહી છું, જેને શબ્દોમાં વ્યક્ત કરવી કે વાસ્તવિક રીતે કૅપ્ચર કરવી મુશ્કેલ છે... સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ.’