✕

નિમ્રત કૌરે ગુરુદ્વારામાં લીધો લંગરનો લહાવો

25 November, 2026 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારથી દૂર મુંબઈમાં રહેતી અભિનેત્રી નિમ્રત કૌરે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગુરુદ્વારાની મુલાકાત લઈને પ્રાર્થના કરી હતી.

નિમ્રત કૌર

ઘર અને પરિવારથી દૂર મુંબઈમાં એકલી રહેતી નિમ્રત કૌરે ગઈ કાલે ગુરુ નાનક જયંતીની ઉજવણી નિમિત્તે ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. ગુરુદ્વારાની મુલાકાત દરમ્યાન નિમ્રત ખુલ્લા પગે જોવા મળી હતી. નિમ્રતે સોશ્યલ મીડિયા પર આ ઉજવણીની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં હતાં. આ સાથે તેણે મિત્રો સાથે વિતાવેલી પળો અને લંગરનો આનંદ માણતી તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ સાથે નિમ્રતે પોતાના જીવનને આકાર આપતા ગુરુ નાનક દેવજીનાં ઉપદેશો અને મૂલ્યો વિશે ભાવુક સંદેશ પણ લખ્યો હતો.

પોતાની પોસ્ટમાં નિમ્રતે લખ્યું હતું કે ‘આ ગુરુપર્વ પર મારી માટી અને મારાં મૂળિયાંની ખૂબ યાદ આવી રહી છે. ઘરથી દૂર રહીએ ત્યારે સમજાય છે કે આપણાં દાર્શનિક અને જીવનમૂલ્યો કેટલાં સમૃદ્ધ છે. આપણી માન્યતાઓના પાયાના સ્તંભો - નમ્રતા, સેવા, સમાનતા, હિંમત અને કરુણાને ગર્વથી યાદ કરું છું. બાબા નાનકનો દિવ્ય પ્રકાશ આપણા સૌને આશીર્વાદ આપે અને આપણને આપણા ઉચ્ચ હેતુ સાથે સુસંગત માર્ગ પર રાખે.’

nimrat kaur bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news