✕

નવાઝુદ્દીન સિદ્દીકી બનશે જાસૂસ મેહબૂબ

21 October, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કબૂતર’ની વાર્તા મેહબૂબ નામના એક શેરીજાસૂસની આસપાસ ફરે છે. તે ગુપ્ત રીતે જિન્નના નામે લખાયેલા પત્રો વાંચે છે, જેથી સંભવિત ગ્રાહકો શોધી શકે. આ દરમ્યાન તેની મુલાકાત નાઓકો સાથે થાય છે. નાઓકો જપાનથી આવેલી એક પ્રવાસી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી ફિલ્મ ‘કબૂતર’માં લીડ રોલ કરી રહ્યો હોવાના રિપોર્ટ છે. ભારત, ફ્રાન્સ અને નૉર્વેના સહયોગથી બની રહેલી આ ફિલ્મનું મુખ્ય શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં શરૂ થવાનું છે. ફિલ્મની વાર્તા જૂની દિલ્હીની જર્જરિત થતી ઇમારતો અને ત્યાંની અનોખી દુનિયાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.

‘કબૂતર’ની વાર્તા મેહબૂબ નામના એક શેરીજાસૂસની આસપાસ ફરે છે. તે ગુપ્ત રીતે જિન્નના નામે લખાયેલા પત્રો વાંચે છે, જેથી સંભવિત ગ્રાહકો શોધી શકે. આ દરમ્યાન તેની મુલાકાત નાઓકો સાથે થાય છે. નાઓકો જપાનથી આવેલી એક પ્રવાસી છે અને પોતાના ભૂતકાળની પીડા સામે ઝઝૂમી રહી છે. વાર્તામાં રુબી નામનું એક નાનું બાળક પણ છે, જે પોતાનાં માતા-પિતાની શોધમાં છે. ફિલ્મમાં ભાવનાત્મક ઊંડાણ અને માનવીય અનુભવોના વિરોધાભાસને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવશે.

nawazuddin siddiqui upcoming movie new delhi france norway indian cinema bollywood news bollywood bollywood gossips