03 May, 2024 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય દત્તે શેર કરેલી તસવીરો (સૌજન્ય: સોશિયલ મીડિયા)
બૉલીવૂડના ગોલ્ડન એરામાં સૌથી ટોચની અભિનેત્રી તરીકે ઓળખાતી નર્ગિસનું (Nargis) નામ આજે પણ જાણીતું છે, પરંતુ વર્ષ 1981માં નર્ગિસનું અવસાન થતાં તેણે આ દુનિયાની અલવિદા કહી હતી. સંજય દત્તે તેની મમ્મીની નર્ગિસના ડેથ ઍનિવર્સરીના (Nargis Death Anniversary) દિવસે અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને અભિનેત્રીને યાદ કરી હતી.
અભિનેતા સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે તે તેની મમ્મી નર્ગિસના મૃત્યુ બાદ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. જોકે આજે નર્ગિસની ડેથ ઍનિવર્સરીના દિવસે સંજય દત્તે ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. સંજય દત્તે (Nargis Death Anniversary) તેની મમ્મી નર્ગિસ સાથેની જૂની તસવીરો શેર કરીને લખ્યું હતું કે “મિસ યુ માં, તમે આજે નથી છતાં મને હંમેશા તમારી હાજરીનો અનુભવ થાય છે. અમે તમને અમારા હૃદયમાં રાખ્યા છે અને તમારી યાદોએ અમને જીવંત રાખી છે. લવ યૂ માં”.
નર્ગિસની ડેથ ઍનિવર્સરીના દિવસે શેર કરવામાં આવેલી એક તસવીરમાં જોવા મળી રહ્યું છે કે સંજય દત્તના બાળપણની છે જેમાં તે નર્ગિસની બાજુમાં ઊભો છે, તો બીજી બે તસવીરો તેના જૂવાની છે. આ બન્ને તસવીરોથી સમજાય છે કે સંજય દત્ત તેની મમ્મી સાથે કેટલો ક્લોઝ હતો અને તે મમ્મીને કેટલો પ્રેમ કરતો હતો. સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે તેની મમ્મીથી સૌથી વધારે ક્લોઝ હતો અને તે તેના પપ્પા સુનીલ દત્તથી ખૂબ જ ડરતો હતો. આ વાત મારી ફિલ્મ ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ની વાર્તા જેવી છે, એવું પણ સંજય દત્તે કહ્યું હતું.
સંજય દત્તના પિતા સુનીલ દત્ત (Sunil Dutt) તે સમયે એક રેડિયોમાં કામ કરતાં હતા અને નર્ગિસ બૉલીવૂડની ટોચની અભિનેત્રી હતી. એક વખત નર્ગિસનો રેડિયો પર ઇન્ટરવ્યૂ કરતી વખતે સુનીલ દત્ત એકદમ નર્વસ થઈ ગયા હતા. સુનીલ દત્ત નર્ગિસના ખૂબ જ મોટા ફેન હતા, અને તે બાદ સુનીલ દત્તે પણ બૉલીવૂડમાં તેમના કરિયરની શરૂઆત કરી તે વખતે નર્ગિસ અને સુનીલ દત્ત એકદમ સારા મિત્ર બની ગયા હતા અને તે બાદ આ દોસ્તી પ્રેમમાં બદલાઈ જતાં બન્નેએ 1958માં લગ્ન કરી લીધા હતા.
નર્ગિસ અને સુનીલ દત્તને ત્રણ બાળકો છે, જેમાં સૌથી મોટો દીકરો સંજય દત્ત (Sanjay Dutt) અને તે બાદ બે દીકરી પ્રિયા દત્ત અને નમ્રતા દત્તનો જન્મ થયો હતો, જોકે લાંબી માંદગી બાદ નર્ગિસનું મૃત્યુ થયું હતું અને તે પછી 2005માં સુનીલ દત્તનું પણ મૃર્ત્યુ થયું હતું. નર્ગિસે અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘મધર ઈન્ડિયા’ અને ‘શ્રી 420’ આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે.