09 October, 2026 07:34 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર
ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અચાનક નિધનથી આખો દેશ શોકમાં છે. મનોરંજન, રમતગમત, રાજકારણથી લઈને બિઝનેસ-જગતની અનેક હસ્તીઓએ અભિનેતાના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. નાના પાટેકરનું ગઈ કાલે ગોવાના ડૉના પૉલામાં કાર્ડિઍક અરેસ્ટને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે. તેમને ૮ ઑક્ટોબરની વહેલી સવારે મણિપાલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હૉસ્પિટલના ઑન્કોલૉજી વિભાગના વડા ડૉ. શેખર સાલકરે સમગ્ર ઘટનાક્રમ પર પ્રકાશ ફેંક્યો છે. ડૉ. શેખર સાલકરે નાના પાટેકરને આવેલા કાર્ડિઍક અરેસ્ટનો સમગ્ર ઘટનાક્રમની માહિતી આપતા કહ્યું હતું કે ‘નાના પાટેકરને વહેલી સવારે લગભગ ૪.૩૦ વાગ્યે હૉસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા અને સવારે ૫.૩૦ વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને બચાવવાના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે જ તેમનું નિધન થઈ ચૂક્યું હતું. તેમને લગભગ ૪૫ મિનિટથી એક કલાક સુધી કાર્ડિઍક મસાજ આપવામાં આવ્યો હતો, પણ તેમને બચાવી શકાયા નહોતા. મને યાદ છે એ પ્રમાણે રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે નાના પાટેકરે પોતાના મિત્રને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેમની તબિયત સારી નથી. રાતનો સમય હોવાથી તેમના મિત્રએ તરત મેસેજ જોયો નહોતો. ત્યાર બાદ નાના પાટેકરે મિત્રને ફોન કરતાં તે લગભગ ૪ વાગ્યે તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં નાના પાટેકરને પરસેવો વળી રહ્યો હતો અને તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. મિત્રે તેમને સંભાળ્યા અને જરૂરી પ્રાથમિક મદદ કરી હતી, પણ નાના પાટેકર ધીમે-ધીમે બેભાન થઈ રહ્યા હતા. તેથી મિત્રે તેમના કૅરટેકરને હૉસ્પિટલ મોકલ્યો હતો. જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે નાના પાટેકર કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપી રહ્યા નહોતા, તેથી ટીમે તરત જ કાર્ડિઍક મસાજ શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેમને સવારે લગભગ ૪.૨૦થી ૪.૩૦ વાગ્યાની વચ્ચે મણિપાલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલની ટીમે પણ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પણ હૉસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું. આ પછી અમારે પોલીસકેસ નોંધાવવા કાર્યવાહી કરવી પડી હતી, કારણ કે આ મેડિકો-લીગલ કેસ હતો. આ કાર્ડિઍક અરેસ્ટ વખતે તેમના પરિવારના સભ્યો તેમની સાથે નહોતા. તેમની સાથે તેમના મિત્ર અને એક કૅરટેકર હાજર હતા.’
પુણે જિલ્લાના ખડકવાસલા પાસેના ડોણજે ગામમાં આવેલા નાના પાટેકરના ફાર્મહાઉસ નાનાચી વાડીમાં ગઈ કાલે રાત્રે રાજકીય સન્માન સાથે તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.