ઍક્ટિંગમાં નવી ઇનિંગ્સ શરૂ કરવા મીનાક્ષીએ સોશ્યલ મીડિયામાં માગ્યું કામ

26 May, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીનાક્ષી અંદાજે ૩૦ વર્ષ બાદ અમેરિકાથી ભારત પરત ફરી છે

મીનાક્ષી શેષાદ્રિનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે

૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની ટૉપ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી ૬૨ વર્ષની મીનાક્ષી શેષાદ્રિનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ વિડિયોમાં મીનાક્ષીએ ફિલ્મમેકર્સ પાસે કામ માગ્યું છે. મીનાક્ષી અંદાજે ૩૦ વર્ષ બાદ અમેરિકાથી ભારત પરત ફરી છે. હવે તે ઍક્ટિંગમાં પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરવા ઇચ્છે છે.

આ વિડિયોમાં મીનાક્ષીએ કહ્યું, ‘મારા ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સના વધતા પરિવારને નમસ્તે. આજે હું આપ સૌના પ્રેમ, ઉત્સાહ અને સતત મળતા સપોર્ટ માટે દિલથી આભાર માનું છું. લાંબા ૩૦ વર્ષ બાદ હું મારી કર્મભૂમિ મુંબઈ, ભારત પરત આવી છું અને આશા, જુસ્સા તથા પૉઝિટિવિટી સાથે ફરી એક વાર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગલું મૂક્યું છે. હું ખરેખર સારા અને અર્થપૂર્ણ અવસરોની રાહ જોઈ રહી છું. પછી ભલે એ લીડ રોલ હોય, સપોર્ટિંગ પાત્ર હોય કે નાનો શો. એનાથી કોઈ ફરક પડતો નથી, જ્યાં સુધી એમાં એક મજબૂત પર્ફોર્મન્સ કરવાની તક હોય. એ ફિલ્મો પણ હોઈ શકે છે અને OTT શો પણ હોઈ શકે છે. હું ભારત આવીને કોઇ પૉઇન્ટ સાબિત કરવા નથી માગતી. મારો બેઝ અહીં રહેશે પણ હું સમય મળે ત્યારે પરિવાર સાથે વેકેશન ગાળવા માટે અમેરિકા આવતી-જતી રહીશ.’

social media viral videos entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips