midday

ઍનિમલમાં રશ્મિકાએ ભજવેલો રોલ કરવો છે માનુષી છિલ્લરને

22 April, 2024 06:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે જ એવી અફવા ફેલાઈ હતી કે ૨૦૧૯માં આવેલી શાહિદ કપૂરની ‘કબીર સિંહ’માં કિયારા અડવાણીનો રોલ માનુષીને ઑફર કરાયો હતો.
માનુષી છિલ્લર ,રશ્મિકા મંદાના

માનુષી છિલ્લર ,રશ્મિકા મંદાના

માનુષી છિલ્લરની ઇચ્છા ‘ઍનિમલ’નું રશ્મિકા મંદાનાનું કૅરૅક્ટર ભજવવાની છે. રણબીર કપૂરની ‘ઍનિમલ’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી હતી. માનુષીએ ૨૦૧૭નો મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ‘ઍનિમલ’માં તૃપ્તિ ડિમરી અને રશ્મિકામાંથી કોનો રોલ ભજવવો ગમશે એવું પૂછવામાં આવતાં માનુષી કહે છે, ‘બન્ને રોલ દિલચસ્પ છે. જોકે મને તો રશ્મિકાનો રોલ ખૂબ ગમ્યો છે. મને સંદીપ રેડ્ડી વાંગા ગમે છે. એક તરફ પુરુષો ઝઘડા કરે છે તો રશ્મિકાનું પાત્ર અડીખમ ઊભું રહે છે. તે કહે છે કે મને જાણ નથી કે તું કોણ છે, તું બહાર શું કરે છે અને તું કેટલો ખતરનાક છે. આ રોલ ભજવવાની એક સારી તક હતી અને તેણે ખૂબ સરસ પર્ફોર્મન્સ આપ્યો છે. એ રોલ મને કરવો ગમશે.’ 

સાથે જ એવી અફવા ફેલાઈ હતી કે ૨૦૧૯માં આવેલી શાહિદ કપૂરની ‘કબીર સિંહ’માં કિયારા અડવાણીનો રોલ માનુષીને ઑફર કરાયો હતો. એના પર જવાબ આપતાં માનુષી કહે છે, ‘આ અફવા સાથે હું થોડી સહમત છું, કારણ કે મને પણ એ વિશે ખૂબ મોડેથી જાણ થઈ હતી. એ વર્ષે હું મિસ વર્લ્ડ બની ગઈ હતી. હું તેમની સાથે કૉન્ટૅક્ટમાં પણ હતી.’

manushi chhillar kiara advani animal rashmika mandanna entertainment news bollywood buzz bollywood news bollywood bollywood gossips