બૉક્સ-ઑફિસ પર અક્ષય અને અજયનું કમજોર પ્રદર્શન

13 April, 2024 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસે ૧૬.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે : ‘મૈદાન’એ પણ ફક્ત ૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

ફિલ્મનાં પોસ્ટર

અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મૈદાન’એ બૉક્સ-ઑફિસ પર કમજોર પ્રદર્શન કર્યું છે. ‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસે ૧૬.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં વિલનના રોલમાં સાઉથનો પૃથ્વીરાજ સુકુમારન જોવા મળી રહ્યો છે. સોનાક્ષી સિંહા, અલાયા ફર્નિચરવાલા અને માનુષી છિલ્લર પણ દેખાઈ રહી છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં ઍક્શન સીક્વન્સ શાનદાર છે. એમાં સ્પેશ્યલ વેપન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ રિયલ મિલિટરી સાધનો, ગન્સ, ટૅન્ક્સ અને મિલિટરી ટ્રક્સનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મ તહેવાર દરમ્યાન રિલીઝ થઈ હોવા છતાં એણે આટલો જ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ પાસે ૨૫થી ૩૦ કરોડ રૂપિયાના બિઝનેસની આશા હતી. બીજી તરફ અજય દેવગનની ‘મૈદાન’એ પણ ફક્ત ૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસમાં બુધવારના પેઇડ પ્ર‌િવ્યુઝનો પણ સમાવેશ થાય છે. આથી ગુરુવારે ફિલ્મે ફક્ત ૪.૭૫ કરોડ રૂપિયાનો જ બિઝનેસ કર્યો છે.

ઈદ દરમ્યાન રિલીઝ થયેલી ફિલ્મોનું પહેલા દિવસનું કલેક્શન

વર્ષ

ફિલ્મનું નામ

બિઝનેસ (રૂપિયામાં)

૨૦૧૦

દબંગ

૧૪.૫૦ કરોડ

૨૦૧૧

બૉડીગાર્ડ

૨૧.૬૦ કરોડ

૨૦૧૨

એક થા ટાઇગર

૩૨.૯૩ કરોડ

૨૦૧૪

કિક

૨૬.૪૦ કરોડ

૨૦૧૫

બજરંગી ભાઈજાન

૨૭.૨૫ કરોડ

૨૦૧૬

સુલતાન

૩૬.૫૪ કરોડ

૨૦૧૭

ટ્યુબલાઇટ

૨૧.૧૫ કરોડ

૨૦૧૮

રેસ 3

૨૯.૧૭ કરોડ

૨૦૧૯

ભારત

૪૨.૩૦ કરોડ

૨૦૨૩

કિસીકા ભાઈ કિસીકી જાન

૧૫.૮૧ કરોડ

 

maidaan ajay devgn akshay kumar tiger shroff box office entertainment news bollywood bollywood news