Love Sex Aur Dhoka 2 Teaser: ઈન્ટરનેટ યુગમાં આવી હોય છે લવ સ્ટોરી, બોલ્ડ છે ટીઝર

01 April, 2024 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Love Sex Aur Dhoka 2 Teaser: મૌની રોય, ઉર્ફી જાવેદ અને અનુ મલિકની દેખાશે ઝલક

`લવ સેક્સ ઔર ધોખા 2`ના ટીઝરનો સીન

વર્ષ ૨૦૧૦માં જ્યારે `લવ સેક્સ ઔર ધોખા` (Love Sex Aur Dhokha) રીલિઝ થઈ ત્યારે તે એવી સનસનાટી મચી ગઈ કે આજે તેને એક કલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં પ્રેમ અને તેના અલગ-અલગ શહેરોની વાર્તા કહેવામાં આવી છે. આ ફિલ્મ છુપાયેલા કેમેરાના યુગમાં સેટ છે. હવે ૧૪ વર્ષ પછી મેકર્સ `લવ સેક્સ ઔર ધોખા 2` (Love Sex Aur Dhokha 2) લઈને આવ્યા છે. તેનું ટીઝર (Love Sex Aur Dhoka 2 Teaser) આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જે ઈન્ટરનેટ યુગમાં પ્રેમના અન્ય રસપ્રદ વિષય પર આધારિત છે. આ વીડિયોમાં મૌની રોય (Mouni Roy), ઉર્ફી જાવેદ (Urfi Javed) અને અનુ મલિક (Anu Malik)ની ઝલક પણ જોઈ શકાય છે.

ફિલ્મ `લવ સેક્સ ઔર ધોખા 2`નું પોસ્ટર લૉન્ચ થયા બાદ હવે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જે આજે ઇન્ટરનેટના યુગમાં પ્રેમના છુપાયેલા પાસાઓ પર પ્રકાશ ફેંકે છે. થીમ અને કોન્સેપ્ટ સાથે રાખીને નિર્માતાઓએ `લવ સેક્સ ઔર ધોખા 2`નું સૌથી બોલ્ડ અને આકર્ષક ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર જોયા પછી, તમે સમજી શકશો કે સિક્વલમાં ફિલ્મનો સાર સંપૂર્ણ રીતે દેખાડવામાં આવ્યો છે.

અહીં જુઓ ફિલ્મ `લવ સેક્સ ઔર ધોખા 2`નું ટીઝર:

ખૂબ જ રાહ જોવાઈ રહેલા ટીઝરમાં એકસાથે ત્રણ વાર્તાઓ છે જે ઇન્ટરનેટના આધુનિક યુગની ઝલક આપે છે. ટીઝરમાં ડિજિટલ દુનિયામાં થઈ રહેલી ફિલ્મ અને આજની દુનિયામાં પ્રેમ અને વિશ્વાસઘાતના પરિણામો બતાવવામાં આવ્યા છે.

આ ફિલ્મ સંબંધોની જટિલતાઓને સમજાવે છે અને ઇન્ટરનેટના યુગમાં આજના પ્રેમના છુપાયેલા પાસાઓ પર પ્રકાશ ફેંકે છે. આકર્ષક વાર્તા અને તારાકીય પ્રદર્શન સાથે, આ ફિલ્મ પ્રેમ, વિશ્વાસઘાત અને અમારી ટેક્નોલોજીની અસરની થીમ્સમાં ઊંડાણપૂર્વક વિચાર કરવાની ખાતરી આપે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ `લવ સેક્સ ઔર ધોખા 2`નું  ટીઝર રીલિઝ થાય તે પહેલા જ નિર્દેશક દિબાકર બેનર્જીએ વીડિયો શૅર કરીને ચેતવણી આપી હતી કે જો તમે પુખ્ત ન હોવ તો પણ ફિલ્મનું ટ્રેલર અને ટીઝર ન જુઓ. પુખ્ત વયના લોકો માટે હું કહેવા માંગુ છું કે જો તમે ફિલ્મ જોવા આવો છો તો પરિવાર સાથે ન આવો, આ પરિવાર સાથે જોવાની ફિલ્મ નથી.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૦માં આવેલી એકતા આર કપૂર (Ektaa R Kapoor)ના પ્રોડક્શનની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’ (Love Sex Aur Dhokha) તેના બોલ્ડ વિષય અને આઉટ ઓફ ધ બોક્સ અભિગમ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. દિબાકર બેનર્જી (Dibakar Banerjee) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજકુમાર રાવ (Rajkummar Rao), નુસરત ભરૂચા (Nushrratt Bharuccha), અમિત સિયાલ (Amit Sial) અને અંશુમન ઝા (Anshuman Jha)એ અભિનય કર્યો હતો. હવે આ ફિલ્મની સિક્વલ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ (Love Sex Aur Dhokha 2) ૧૯ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે.

love sex aur dhokha upcoming movie ekta kapoor shobha kapoor balaji telefilms mouni roy tusshar kapoor entertainment news bollywood bollywood news