Love Sex Aur Dhoka 2: એકતા કપૂરનો નોખો પ્રયાસ, લીડ ભૂમિકામાં ટ્રાન્સજેન્ડર મહિલા

07 April, 2024 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Love Sex Aur Dhoka 2: એકતા આર કપૂરે મનોરંજન ઉદ્યોગના ઈતિહાસમાં કંઈક નવું કર્યું, ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ટ્રાન્સ વુમન બોનીતા રાજપુરોહિત ઉર્ફે કુલ્લુને લૉન્ચ કરી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

નિર્માતા એકતા આર કપૂર (Ektaa R Kapoor) અને નિર્દેશક દિબાકર બેનર્જી (Dibakar Banerjee)એ ડિસ્ક્લેમર જારી કર્યા પછી રિલીઝ થયેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’ (Love Sex Aur Dhoka 2)નો પહેલો ડોઝ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. ફિલ્મની ઇન્ટેન્સ અને બોલ્ડ સ્ટોરીને કારણે લોકો સોશ્યલ મીડિયા (Social Media) પર તેની સાથે જોડાયેલા દરેક પાસાઓની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે એક વસ્તુ જેણે ખરેખર દર્શકોને ચોંકાવી દીધા છે તે છે એક ટ્રાન્સ જેન્ડર મહિલા નાયકનો પરિચય. જે નિર્માતા એકતા આર કપૂર પ્રથમ વખત મોટા પડદા પર લાવી રહી છે.

એકતા આર કપૂરે ઘણા નવા ચહેરાઓને પડદા પર આવવાની તક આપી છે. વર્ષ ૨૦૧૦માં જ્યારે `લવ સેક્સ ઔર ધોખા` (Love Sex Aur Dhokha) રીલિઝ થઈ ત્યારે પણ તેણે મનોરંજન ઉદ્યોગમાં ઘણા નવા ચહેરાઓને રજૂ કર્યા. આ ફિલ્મ સાથે પણ એકતા કપૂરે એક નવો પ્રયાસ કર્યો છે. તેણે આ ફિલ્મ દ્વારા ટ્રાન્સજેન્ડર મહિલાને લીડ રોલમાં લોન્ચ કરી છે. બોનીતા રાજપુરોહિત (Bonita Rajpurohit) ફિલ્મમાં ‘કુલ્લુ’ (Kullu)નું પાત્ર ભજવી રહી છે. આ પાત્રની ઝલક ફિલ્મના પ્રથમ ડોઝમાં જોવા મળી હતી.

ફિલ્મના નિર્માતાઓએ તેમના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં બોનિતા રાજપુરોહિતની સફર અને બોનિતાને ‘લવ સેક્સ ઔર ધોખા 2’માં કેવી રીતે રોલ મળ્યો તે બતાવવામાં આવ્યું છે. નિર્દેશક દિવાકર બેનર્જીએ બોનિતાને અભિનયની તાલીમ આપી હતી અને કહેવું પડશે કે બોનીતાએ ખૂબ સારું કામ કર્યું છે. આ પોસ્ટ શૅર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે.

સ્ટીરિયોટાઇપ્સ, બાઉન્ડ્રીઝ અને મોલ્ડ્સ તોડીને ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’ સત્યને પોતાની રીતે શણગારે છે અને આજની પેઢીની વાસ્તવિકતાને એકદમ સ્પષ્ટ રીતે, પરંતુ લાગણીઓ સાથે સ્ક્રિન પર લાવે છે.

નોંધનીય છે કે, આ પહેલીવાર બનશે જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડર મહિલા મોટા પડદાની બોલિવૂડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, અને આ કામ એકમાત્ર એકતા કપૂર કરી રહી છે. વર્ષ ૨૦૧૦માં આવેલી `લવ સેક્સ ઔર ધોખા`માં પણ નવા કલાકારોને કાસ્ટ કર્યા હતા, જેઓ આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા છે. તે જ સમયે, હવે નિર્માતા નવા યુગના ઇલેક્ટ્રિક કલાકારો લાવી રહી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે આ ખરેખર ઐતિહાસિક ક્ષણ છે. આ સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે, એકતા કપૂરે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ ૨૫૦ નવા કલાકારોને લોન્ચ કર્યા છે.

ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’ની વાર્તા અને કલાકારોના સંદર્ભમાં એક નવી દિશા ખોલી રહી છે. આવી સ્થિતિમાં, હવે નિર્માતાઓએ ફિલ્મ સાથે જોડાયેલી માહિતીને લઈને ઉત્સાહિત દર્શકો સામે બધું મૂકી દીધું છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ‘લવ સેક્સ ઔર ધોખા 2’ એવી વાર્તાઓ કહેવાની હિંમત કરે છે જે અન્ય કોઈ કહી શકતું નથી. ફિલ્મમાં તે બધું છે જે દર્શકને જોવાનું મન થાય.

બાલાજી ટેલિફિલ્મ્સ (Balaji Telefilms)ના વિભાગ, બાલાજી મોશન પિક્ચર્સ (Balaji Motion Pictures) દિબાકર બેનર્જી પ્રોડક્શન્સની કલ્ટ મૂવીઝ (Cult Movies) સાથે મળીને એકતા આર કપૂર અને શોભા કપૂર (Shobha Kapoor) દ્વારા નિર્મિત ‘લવ સેક્સ ઔર ધોખા 2’ રજૂ કરે છે. તે દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

love sex aur dhokha ekta kapoor shobha kapoor balaji telefilms entertainment news bollywood bollywood news upcoming movie