સલમાન ખાનની જગ્યાએ હવે કાર્તિક બનશે પ્રેમ?

06 June, 2024 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પારિવારિક ફિલ્મો માટે જાણીતા સૂરજ બડજાત્યાએ પોતાની આ નવી ફિલ્મ માટે કાર્તિક સાથે ચર્ચા કરી

કાર્તિક આર્યન

કાર્તિક આર્યનની ‘ચંદુ ચૅમ્પિયન’માં તે સ્પોર્ટ્‍સ-પર્સનના રોલમાં દેખાવાનો છે. તો ‘ભૂલભુલૈયા ૩’માં રૂહબાબાના રોલમાં ફરી એક વખત તે દેખાવાનો છે. એ દરમ્યાન હવે જાણવા મળ્યું છે કે તે સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘પ્રેમ કી શાદી’માં પ્રેમના રોલમાં દેખાવાનો છે. અગાઉ આ રોલ સલમાન ખાનને ઑફર કરવામાં આવ્યો હતો. જોકે લાઇફના આ તબક્કામાં તેને હવે રોમૅન્ટિક રોલ કરવામાં રસ નથી. આ જ કારણ છે કે પારિવારિક ફિલ્મો માટે જાણીતા સૂરજ બડજાત્યાએ પોતાની આ નવી ફિલ્મ માટે કાર્તિક સાથે ચર્ચા કરી છે. તેમને એક એવા ઍક્ટરની શોધ છે જેમાં નિર્દોષતા જોવા મળે. એટલે ઑન-સ્ક્રીન પ્રેમ બનવાની ક્વૉલિટી તેમને કાર્તિકમાં દેખાઈ છે. તેમની વચ્ચે હજી ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. હાલમાં તો કાર્તિક તેની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ના પ્રમોશનમાં બિઝી છે. ત્યાર બાદ જ તેમની ચર્ચા વધુ આગળ વધશે. 

kartik aaryan Salman Khan sooraj barjatya upcoming movie entertainment news bollywood bollywood news