24 July, 2022 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને G ફૉર જિનીયસ કહ્યો
કાર્તિક આર્યને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને G ફૉર જિનીયસ કહ્યો છે. આ બન્ને તેની ‘શહઝાદા’ના ગીત માટે સાથે આવ્યા હતા. સેટ પરનો ફોટો કાર્તિકે શૅર કર્યો છે. ફોટોમાં દેખાય છે કે કાર્તિક અને ગણેશ આચાર્ય પાછળ ફરીને કૅમેરા સામે જુએ છે અને તેમની આગળ લોકોની ભીડ છે. આ ગીતનું શૂટિંગ હરિયાણામાં ચાલી રહ્યું છે. સાઉથની ‘અલા વૈકુંઠપુરમલો’ની આ હિન્દી રીમેક છે. ફિલ્મમાં તેની સાથે ક્રિતી સૅનન પણ જોવા મળશે. ગણેશ આચાર્ય સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘માસ્ટરજી સાથે પહેલું ગીત છે. ખરેખર તો માસ્ટરજી - G ફૉર જિનીયસ છે. મેં આજ સુધી કરેલા કામ કરતાં આ એકદમ અલગ છે. આની જ રાહ જોઈ રહ્યો હતો.’