27 July, 2025 06:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌત જ્યારથી રાજનીતિમાં આવી છે અને સંસદમાં હાજરી આપે છે ત્યારથી હંમેશાં કૉટનની સાદી સાડીમાં જોવા મળે છે. કંગનાનો આ સાડી-લુક અવારનવાર વાઇરલ થાય છે. જોકે હાલમાં કંગના તેના સાડી-લુકને બદલે તેની લક્ઝરી બૅગને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં કંગના સંસદમાં હાજરી આપવા આવી ત્યારે તે ફ્રાન્સની બ્રૅન્ડ Hermès Herbag 31ની બૅગ સાથે જોવા મળી હતી જે એક શાનદાર અને સ્પોર્ટી કૅન્વસ-લેધર હાઇબ્રિડ ડિઝાઇનની બૅગ હતી. કંગનાની આ બૅગની કિંમત લગભગ ૩.૨૫ લાખ રૂપિયા છે અને કેટલીક લિમિટેડ એડિશન મૉડલ્સમાં આ કિંમત ચારથી પાંચ લાખ સુધી પણ પહોંચી જાય છે. આમ કંગનાની કૉટનની સિમ્પલ સાડી સાથે સવાત્રણ લાખની લક્ઝરી બૅગનું કૉમ્બિનેશન સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યું છે.
ફૅશનના જલસામાં સુંદરીઓની જમાવટ
ગુરુવારે દિલ્હીમાં ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં રૅમ્પ-વૉક કરતી તારા સુતરિયા અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની