19 June, 2023 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ અને ઇરફાન ખાન
કંગના રનોટ હાલમાં ઇરફાનને મિસ કરી રહી છે. કંગનાની ‘ટિકુ વેડ્સ શેરુ’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૩ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મને તેણે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર લીડ રોલમાં છે. જોકે આ ફિલ્મમાં ઇરફાન અને કંગના લીડ રોલમાં જોવા મળવાનાં હતાં. આ ફિલ્મનો ડિરેક્ટર સાઈ કબીર શ્રીવાસ્તવ ત્રણ-ચાર વર્ષ સુધી બીમાર હતો અને જ્યારે તેણે ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું ત્યારે ૨૦૨૦માં ઇરફાનનું મૃત્યુ થઈ ગયું. આ જ કારણસર એ ફિલ્મમાં ઇરફાન જોવા નહીં મળે. ફિલ્મની સ્ટોરી સ્ટ્રગલિંગ આર્ટિસ્ટની છે. ઇરફાન સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘અમે ટિકુ અને શેરુ’ બનવાનાં હતાં. આજે અમે જ્યારે ફિલ્મની રિલીઝની ખૂબ નજીક છીએ ત્યારે ઇરફાનની ખૂબ યાદ આવે છે. તેમનો ચાર્મ, હ્યુમર અને એક ઍક્ટર તરીકેની તેમની ઉદારતા ખૂબ યાદ આવે છે.’