જુહીએ મહાકુંભમાં મારી પવિત્ર ડૂબકી, ગણાવ્યો જીવનનો સૌથી સુંદર અનુભવ

20 February, 2025 06:56 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

હાલમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ઍક્ટ્રેસ જુહી ચાવલાએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારી હતી

જુહી ચાવલા

હાલમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ઍક્ટ્રેસ જુહી ચાવલાએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારી હતી અને તેણે પોતાના આ અનુભવને જીવનનો સૌથી સુંદર અનુભવ ગણાવ્યો હતો. મહાકુંભ વૈશ્વિક સ્તરે ખ્યાતિપ્રાપ્ત બહુ મોટા સ્તરે યોજાયેલું ધાર્મિક આયોજન છે અને એમાં યોગ્ય વ્યવસ્થાપન બદલ તેણે પોલીસ અને વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાના પોતાના અનુભવ વિશે જણાવતાં જુહીએ કહ્યું કે  ‘આજની સવાર મારા જીવનની સૌથી સુંદર સવાર છે. મેં સંગમમાં પવિત્ર ડૂબકી મારી હતી. હું આ જગ્યા છોડીને જવા નથી ઇચ્છતી. આ બહુ જ અનોખો અને સુંદર અનુભવ છે. હું આટલા સરસ વ્યવસ્થાપન બદલ પોલીસ અને વહીવટીતંત્રનો આભાર માનું છું.’

શાને પણ લગાવી ડૂબકી

વિખ્યાત ગાયક શાને પણ ગઈ કાલે મહાકુંભમાં સંગમસ્નાન કર્યું હતું.

 

juhi chawla shaan kumbh mela prayagraj uttar pradesh religious places bollywood bollywood news entertainment news