03 February, 2023 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન એબ્રાહમ અને હૃતિક રોશન
‘પઠાન’માં જૉન એબ્રાહમના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે અને હવે એની પ્રીક્વલ બનશે એવી ચર્ચા ચાલી રહી છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલા આ સ્પાય યુનિવર્સમાં હવે કબીર, પઠાન અને ટાઇગર બાદ જિમનો પણ સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ વિશે પૂછતાં ‘પઠાન’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘બની શકે, કેમ નહીં? કંઈ પણ થઈ શકે છે. આ એક યુનિવર્સ છે અને તમે કોઈ પણ પાત્ર સાથે કંઈ પણ કરી શકો છો. જિમની પ્રીક્વલ પણ બની શકે છે. બની શકે કે જિમનું મૃત્યુ પણ ન થયું હોય. હાર્નેસથી તે બચી પણ ગયો હોય અથવા તો પૅરેશૂટ પણ હોય. કંઈ પણ થઈ શકે છે.’
કબીર અને પઠાન સાથે જોવા મળશે કે નહીં એ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘એ વિશે અમે વિચાર કર્યો હતો, પરંતુ અમે હજી આ યુનિવર્સની શરૂઆત કરી છે અને દરેકને સાથે લાવવામાં ઉતાવળ નથી કરવી. તેમને સાથે જરૂર લાવવામાં આવશે, પરંતુ વાર લાગશે.’
336
શાહરુખ, જૉન એબ્રાહમ અને દીપિકાની ‘પઠાન’ના હિન્દી વર્ઝને બુધવાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનો કર્યો વકરો.