25 March, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન એબ્રાહમ, શાહરુખ ખાન
જૉન એબ્રાહમ હાલમાં તેની ફિલ્મ ‘ધ ડિપ્લોમૅટ’ને લઈને ચર્ચામાં છે. જૉને હાલમાં બૉલીવુડના કિંગ શાહરુખ ખાન વિશે કંઈક એવું કહ્યું કે સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. જૉને જણાવ્યું કે તેને તેના જીવનની શ્રેષ્ઠ કિસ શાહરુખ ખાન પાસેથી મળી છે.
જૉને ‘પઠાન’માં શાહરુખ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ રહી હતી અને એણે બૉક્સ-ઑફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી આપી હતી. આ ફિલ્મની સફળતા પર એક ભવ્ય પાર્ટી રાખવામાં આવી હતી જેમાં ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ હાજર હતી. આ પાર્ટીમાં શાહરુખે સાથી-કલાકાર જૉનને કિસ કરી હતી. આ તસવીર જૉનને તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બતાવવામાં આવી હતી. આ તસવીર જોઈને જૉને ચોંકાવનારું નિવેદન કર્યું હતું.
બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં લિપલૉક કરી ચૂકેલા જૉન એબ્રાહમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા જીવનની શ્રેષ્ઠ કિસ મને શાહરુખ ખાને કરી હતી, કોઈ મહિલાએ નહીં. આ કિસ મને ‘પઠાન’ની સક્સેસ-પાર્ટીમાં મળી હતી. તે સુંદર માણસ, સુંદર વ્યક્તિ છે અને ખૂબ જ શાલીન છે. તે ખૂબ સારો છે.