07 September, 2023 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : મિડ-ડે
ઈન્ડિયન સિનેમા ફેન્સ માટે આખરે તે ભેટ લાવ્યું છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાનની આગામી ફિલ્મ `જવાન`નું ટ્રેલર આવી ગયું છે. અત્યાર સુધી મેકર્સે ફિલ્મ દ્વારા એક પ્રીવ્યૂ વીડિયો અને અમુક જ પોસ્ટર શૅર કર્યા હતા. આ જ ભરોસે જનતા `જવાન` જોવા માટે તત્પર છે. પણ હવે ટ્રેલર જોયા બાદ લોકો ગ્રુપ બુકિંગ કરાવશે એ નક્કી થઈ ગયું છે.
`જવાન`ના ટ્રેલરમાં તે બધો જ મસાલો છે જે મોટા પડદે ધમારો કરવા માટે તૈયાર છે. ડાયરેક્ટર એટલીએ પોતાના વાયદા પૂરા કરતા શાહરુખ ખાનને એક એવા અંદાજમાં સ્ક્રીન પર રજૂ કર્યો છે કે તેમના ચાહકો અનેક વાર થિએટર્સમાં `જવાન` જોવા જશે. પણ ટ્રેલર એટલું જબરજસ્ત છે કે દેશની જનસંખ્યામાં નૉન શાહરુખ ફેન્સનો જે નાનકડો ગ્રુપ છે, તે પણ એક વાર પડદા પર શાહરુખ ખાનને થિયેટરમાં જોવા માટે ચોક્કસ પહોંચી જશે.
શાહરુખ ખાનનો જલવો
`જવાન`ના અનાઉન્સમેન્ટ વીડિયોમાં ચહેરા પર પાટા બાંધેલા, ઈજાગ્રસ્ત પણ આગામી લડાઈ માટે તૈયાર શાહરુખને જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. રોમેન્ટિક-સ્ટાઇલિશ-ડેશિંગ ઑનસ્ક્રીન હીરો શાહરુખ ખાનનો આ ભયાનક અવતાર સિનેમા લવર્સના રૂંવાટા ઊભા કરી દે તેવો હતો. `જવાન`ના પ્રીવ્યૂમાં શાહરુખ ખાનના અલગ-અલગ લુક ચર્ચામાં હતા. પણ હવે ટ્રેલરમાં આ લુક્સની સાથે એક્શન પણ જોવા મળી રહી છે શાહરુખ હજી વધારે ખૂંખાર દેખાય છે.
નયનતારા અને વિજય સેતુપતિનો વિવાદ
કૉપના રોલમાં જોવા મળતી નયનતારા મોટા પડદે ધુંઆધાર અવતારમાં એક્શન કરવા માટે તૈયાર છે. પોતાના મિશન પર નીકળેલા શાહરુખને અટકાવવા માટે નયનતારા દરેક તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે. તેમનું એક્શન મોડ પણ મોટા પડદે ખૂબ જ તોફાન મચાવનારું છે. શાહરુખના મિશનનો મુદ્દો બનેલા વિલન વિજય સેતુપતિને જોવું પણ મોટા પદડા પર એક શાનદાર અનુભવ બની રહેશે. `જવાન`ના ટ્રેલરમાં સેતુપતિ અને શાહરુખની ટક્કરનો એવો માહોલ છે જેને જોતાં થિએટર્સમાં બેઠેલા દર્શકોના રૂંવાટા ઊભા થઈ જશે.
ગર્લ ગેન્ગનો તોફાન
`જવાન`ના ટીઝરમાં શાહરુખ ખાનની ગર્લ ગેન્ગને જોતા જનતા ખૂબ જ ઉત્સાહિત હતી. પોતાના `ચીફ` શાહરુખ ખાન સાથે આ ગર્લ ગેન્ગ પણ તોફાની એક્શન કરતી જોવા મળી રહી છે. આ ગર્લ ગેન્ગમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, અશ્લેશા ઠાકુર, લહર ખાન, રિદ્ધિ ડોગરા, સંજીતા ભટ્ટાચાર્યા, ગિરિજા ઓક ગોડબોલે અને આલિયા કુરૈશી છે. ટ્રેલરમાં આ ગર્લ ગેન્ગનો શાહરુખ સાથેનું કનેક્શન જબરજસ્ત છે. શાહરુખ ખાન સાથે મળીને આ છોકરીઓ એક એવી ટીમ બનાવી રહી છે જેનો સામનો કરવો દુશ્મન માટે ખૂબ જ ભારે પડે છે.
કરણ જોહરે તાજેતરમાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે `ટ્રેલર ઑફ દ સેન્ચુરી` જોઈ લીધું છે. `જવાન` ટ્રેલર જોયા બાદ સમજાઈ શકે છે કે કરણ ખરેખર આ જ મામલે વાત કરી રહ્યો હતો. શાહરુખ ખાનના ફુલ ઑન માસ-અવતારને લઈને, વિજય સેતુપતિના ખૂંખાર વિલન મોડ અને નયનતારાની દળદાર પરફૉર્મેન્સથી લઈને દરેક વસ્તુ `જવાન`ને વિસ્ફોટક ફિલ્મ બની રહી છે.
આ ટ્રેલરમાં તે દમ છે જે `જવાન` જોવા માટે ઉત્સાહિત જનતાને વધુ તોફાની બનાવશે. ફિલ્મને પહેલા વીકેન્ડમાં જોવા માટે ભારે ભીડ જોવા મળશે. `જવાન` એ પહેલી બૉલિવૂડ ફિલ્મ બની શકે છે જેને માટે થિએટર્સમાં પણ મૉર્નિંગ શૉઝ ચલાવવા પડે. જો શરૂઆતના 3 દિવસ કેટલાક થિએટર્સમાં 24 કલાક શૉ ચલાવવામાં આવે તો એમાં પણ કોઈ નવી વાત નહીં હોય. આ ધમાકેદાર પ્રેઝેન્સની સાથે આવતા શાહરુખને જોઈને લોકોને વિશ્વાસ છે કે `જવાન` હવે પઠાણનો રેકૉર્ડ તોડી નાખશે.