૧.૧૫ લાખ રૂપિયાની સાડી, ૪૬,૫૦૦ રૂપિયાનું બ્લાઉઝ

16 August, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાલ સાડીમાં જુઓ કેવો ઠાઠ દેખાયો જાહ્‌નવી કપૂરનો

તસવીરો : સૈયદ સમીર અબેદી

જાહ્‌નવી કપૂર હંમેશાં તેની ફૅશન અને સ્ટાઇલથી લોકોને આકર્ષિત કરે છે. આવો જ અંદાજ બુધવારે રાત્રે દેખાયો જ્યારે તે એમ્બ્રૉઇડરીવાળી લાલ સાડીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પહોંચી હતી. પ્રસંગ હતો શ્રી કૃષ્ણ પરની જગતની સૌપ્રથમ મેગા મ્યુઝિકલ પ્રસ્તુતિ ‘રાજાધિરાજ’ના પ્રીમિયર શોની. આ પ્રસંગ માટે જાહ્‍નવીએ જે સાડી પહેરી હતી એની કિંમત ૧.૧૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે. સાથે જ એના પર હેવી એમ્બ્રૉઇડરીવાળા ટર્કોઇઝ કલરના બ્લાઉઝની કિંમત અંદાજે ૪૬,૫૦૦ રૂપિયા છે. આ કૉન્ટ્રાસ્ટ કૉમ્બિનેશનમાં તે ખૂબસૂરત દેખાઈ રહી હતી. જાહ્‌નવી હંમેશાં તેના ફેવરિટ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા આઉટફિટ્સ પહેરે છે. જોકે આ વખતે તેણે કરણ તોરાનીની ડિઝાઇન કરેલી સાડી પર પસંદગી ઉતારી છે. એના પર પહેરેલી હેવી જ્વેલરીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

રાજાધિરાજના પ્રીમિયર શોમાં બીજું કોણ-કોણ દેખાયું?

રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા અને તેમના પુત્રો

આમિર ખાન

કરિશ્મા કપૂર

નીતીશ ભારદ્વાજ

janhvi kapoor karisma kapoor aamir khan riteish deshmukh genelia dsouza nmacc entertainment news bollywood bollywood news