ઇરફાનની છેલ્લી ફિલ્મ ધ સૉન્ગ ઑફ સ્કૉર્પિયન્સ થશે થિયેટરમાં રિલીઝ

29 December, 2020 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇરફાનની છેલ્લી ફિલ્મ ધ સૉન્ગ ઑફ સ્કૉર્પિયન્સ થશે થિયેટરમાં રિલીઝ

ઇરફાનની છેલ્લી ફિલ્મ ‘ધ સૉન્ગ ઑફ સ્કૉર્પિયન્સ’ને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ઇરફાનની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ હતી, પરંતુ હવે ‘ધ સૉન્ગ ઑફ સ્કૉર્પિયન્સ’ને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૅનોરમા સ્પૉટલાઇટ અને 70 એમ. એમ. ટૉકીઝ દ્વારા આ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મને અનુપ સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મની સ્ટોરી એક ગરીબ મહિલાની આસપાસ ફરે છે જેને ધોકો મળ્યો હોય છે અને તે પોતાની શોધમાં નીકળે છે. ઇરફાને આમાં કામ કર્યું છે. ઇરફાનનું મૃત્યુ 29 એપ્રિલે થયું હતું. તેના મૃત્યુ બાદ તેની આ પહેલી અને છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

entertainment news bollywood bollywood news upcoming movie irrfan khan