હું મારા બાળક સાથે ફ્રેન્ડની જેમ નથી રહેતી : સોનાલી બેન્દ્રે બહલ

05 June, 2020 09:37 PM IST  |  Mumbai Desk | Agencies

હું મારા બાળક સાથે ફ્રેન્ડની જેમ નથી રહેતી : સોનાલી બેન્દ્રે બહલ

સોનાલી બેન્દ્રે બહલ

સોનાલી બેન્દ્રે બહલ કહે છે કે તે તેના બાળક સાથે ફ્રેન્ડ્લી નથી. જોકે તે એક ફ્રેન્ડ્લી પેરન્ટ ચોક્કસ છે. તે હાલમાં જ ‘રેઇઝિંગ પેરન્ટ્સ’ના એક એપિસોડમાં પોતાના દીકરા વિશે કહી રહી હતી. એ વિશે વધુ જણાવતાં સોનાલીએ કહ્યું હતું કે ‘હું મારા દીકરાની ફ્રેન્ડ નથી અને મને એની જરૂર પણ નથી લાગતી. હું તેની પેરન્ટ છું અને એથી હું તેની ફ્રેન્ડ્લી પેરન્ટ કેમ ન બની શકું. અમે સાથે સારો સમય પસાર કરીએ છીએ. તે ઘણીબધી બાબતો વિશે તેના ડૅડી સાથે, તેની આન્ટી સાથે, તેના ફ્રેન્ડ્સ સાથે, તેના ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે શૅર કરે છે. હેલ્ધી રિલેશન માટે પરસ્પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. મેં મારા દીકરાને કહ્યું કે ટેક્નૉલૉજી ઘણી આગળ વધી ગઈ છે, પરંતુ ઉછેર દરમ્યાન કદાચ તેનું દિમાગ પૂરી રીતે વિકસિત ન થાય. ટેક્નૉલૉજીને કારણે કદાચ ઇમોશનલ રીતે વિકસિત ન પણ થાય. આ જ કારણ છે કે પેરન્ટ્સને બનાવવામાં આવ્યા છે. આ એક વાતચીતનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું ફળ અચૂક મળે છે.’‍

bollywood bollywood news bollywood gossips sonali bendre