14 November, 2023 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયાન મુખરજી
સલમાન ખાનની ‘ટાઇગર 3’માં હૃતિક રોશનના દૃશ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને આયાન મુખરજીએ ડિરેક્ટ કર્યું હતું. સલમાનની ફિલ્મનો ડિટેક્ટર મનીષ શર્મા હતો, પરંતુ એક દૃશ્યને આયાને ડિરેક્ટ કર્યું હતું. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં હવે ‘વૉર 2’ આવવાની છે. આ ફિલ્મની એક ઝલક સલમાનની ‘ટાઇગર 3’ની
એન્ડ ક્રેડિટમાં આપવામાં આવી છે. આ દૃશ્ય બે મિનટ અને ૨૨ સેકન્ડનું છે અને એને ચાર નવેમ્બરે શૂટ કરવામાં આવ્યું હતું. ફિલ્મની રિલીઝના આઠ દિવસ પહેલાં એને શૂટ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી હતી. આ ફિલ્મમાં હૃતિકની સાથે જુનિયર એનટીઆર જોવા મળવાનો છે. આ ફિલ્મની સ્ટોરી શું હશે એની હિન્ટ ‘ટાઇગર 3’માં આપવામાં આવી છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા આવું પહેલી વાર કરવામાં આવ્યું છે. તેમ જ હૉલીવુડમાં ઘણી ફિલ્મોમાં એવું કરવામાં આવે છે કે મિડ ક્રેડિટ અથવા તો એન્ડ ક્રેડિટ અન્ય ડિરેક્ટર દ્વારા શૂટ કરવામાં આવી હોય. જોકે ભારતમાં આવું પહેલી વાર કરવામાં આવ્યું છે.