09 August, 2020 12:23 PM IST | Mumbai Desk | Mumbai Correspondent
સુચિત્રા કૃષ્ણમૂર્તિ
સુચિત્રા ક્રિષ્ણામૂર્તિનું માનવું છે કે બૉલીવુડમાં નેપોટિઝમ કરતાં ચમચાગીરી વધુ જોખમી છે. સુશાંતના સુસાઇડ બાદથી બૉલીવુડમાં નેપોટિઝમ પર ચર્ચા વધુ ચાલી રહી છે. અનેક ફિલ્મમેકર્સ અને ઍક્ટર્સ આ વિશે પોતાના વિચાર માંડી રહ્યા છે. એવામાં સુચિત્રા ક્રિષ્ણામૂર્તિએ તો નેહા ધુપિયા પર જ સીધો પ્રહાર કરી દીધો છે. ટ્વિટર પર સુચિત્રા ક્રિષ્ણામૂર્તિએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડમાં નેપોટિઝમ જ નહીં, પરંતુ ચમચાગીરી વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે કે નેહા ધુપિયાને અચાનક આટલા ટૉક-શો કેવી રીતે મળવા લાગ્યા? એટલા માટે કે તે કરણ જોહરની બેસ્ટી છે. ફૅમિના મિસ ઇન્ડિયા ૨૦૦૨નાં બૉલીવુડમાં ન તો કોઈ સગાં છે અને કે ન તો તે સ્ટાર-કિડ છે.’