17 March, 2024 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે
મુંબઈમાં ચાલી રહેલા લૅક્મે ફૅશન વીકમાં પહેલી વાર રૅમ્પ-વૉક કરનાર ફાતિમા સના શેખનું કહેવું છે કે તે તેના કોલેજના દિવસોમાં હૉરર ફિલ્મના પાત્ર જેવી ફૅશનને ફૉલો કરતી હતી. તેના કૉલેજના દિવસની ફૅશન વિશે વાત કરતાં ફાતિમાએ કહ્યું કે ‘મને નથી ખબર કે ફૅશનમાં હું એકદમ સ્ટાઇલિશ છું કે નહીં, પરંતુ હું એટલો બધો ઇન્ટરેસ્ટ પણ નથી લેતી એ વાત નક્કી છે. કૉલેજમાં હતી ત્યારે હું ફક્ત બ્લૅક કપડાં જ પહેરતી હતી. હું એક હૉરર ફિલ્મના મિસ્ટરીથી ભરપૂર પાત્ર જેવી રહેતી. મારી નેઇલ-પેઇન્ટ પણ કાળી હોય. કાજલ, કપડાં, શૂઝ બધું જ કાળું હતું. મને લાગે છે કે હવે હું ઘણી બદલાઈ ગઈ છું.’
`ફૅશન સિમ્પલ છે. તમારી મમ્મીની સાડી લઈ લો. ભાઈ અથવા તો બૉયફ્રેન્ડનાં ટી-શર્ટ, શર્ટ, સ્વેટર્સ અને જીન્સ લઈ લો. છોકરી એમાંથી ફૅશન આરામથી બનાવી શકે છે.` : ફાતિમા સના શેખ