Farhan Akhtar Turns 50 : સાવકી મા શબાના આઝમીએ ‘બેટૂ’ના બર્થ-ડેનું કર્યું સ્પેશ્યલ સેલિબ્રેશન

09 January, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Farhan Akhtar Turns 50 : ફરહાન અખ્તરે ફૅમેલી સાથે ૫૦મા જન્મદિવસની ઉજવણી કરી

ફરહાન અખ્તરનું ફૅમેલી સાથે બર્થ-ડે સેલિબ્રેશન (તસવીર : શબાના આઝામી ઇન્સ્ટાગ્રામ)

અભિનય, સંગીત, દિગ્દર્શન અને લિરિક્સમાં પોતાની ઓળખ બનાવનાર ફરહાન અખ્તર (Farhan Akhtar)એ જાત મહેનતે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. બહુ-પ્રતિભાશાળી વ્યક્તિત્વ એવા ફરહાન અખ્તરનો આજે જન્મદિવસ (Farhan Akhtar Turns 50) છે. ફરહાન અખ્તરના જન્મદિવસની ઉજવણી મધરાતથી જ શરુ થઈ ગઈ છે. ફરહાન અખ્તરે ફૅમેલી જોડે ૫૦મો જન્મદિવસ ઉજવ્યો. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સેલિબ્રેશન દરમિયાન એક પોસ્ટે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. ફરહાન અખ્તરની સાવકી માતા અને પીઢ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi)એ અનોખી રીતે `બેટુ` ફરહાન અખ્તરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

બૉલિવૂડ (Bollywood)ના રોકસ્ટાર ફરહાન અખ્તરે તેના પરિવાર અને પત્ની શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથે ૫૦મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ફરહાન અખ્તરે પરિવાર અને નજીકના મિત્રો સાથે મધરાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. શબાના આઝમીએ ઈન્સ્ટાગ્રામ પર ફરહાન અખ્તર, જાવેદ અખ્તર (Javed Akhtar), હની ઈરાની (Honey Irani), ઝોયા અખ્તર (Zoya Akhtar) અને શિબાની દાંડેકર સાથેનો ફોટો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘સાલગિરાહ મુબારક બેટુ. લાંબુ જીવો, ખુશ રહો અને બહુ બધો પ્રેમ.’

સાવકી માતા શબાના આઝમીએ અભિનેતા માટે કરેલી પોસ્ટ ચાહકોના હૃદયને સ્પર્શી ગઈ છે. આ પોસ્ટ પર સેલિબ્રિટી મિત્રો અને ચાહકોએ ફરહાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ફરહાન અખ્તર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર છે. જાવેદ અને હનીના લગ્ન વર્ષ ૧૯૭૨માં થયા હતા અને પછી વર્ષ ૧૯૮૫માં જાવેલ અને હની જુદા થઈ ગયા હતા. ત્યારબાદ જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા. જાવેદ અને શબાનાને સંતાન નથી, તેઓ ફરહાન અને ઝોયાને પોતાના બાળકો જ માને છે.

નોંધનીય છે કે, બર્થ-ડે બૉય ફરહાન અખ્તરે દિગ્દર્શન અને કરિયરની શરૂઆત ફિલ્મ `દિલ ચાહતા હૈ` (Dil Chahta Hai)થી કરી હતી. આ પછી તેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ `લક્ષ્ય` (Lakshya) રીલિઝ થઈ. બન્ને ફિલ્મોમાં ડાયરેક્શન સ્ટાઇલને પસંદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮માં ફરહાન અખ્તરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ `રોક ઓન` (Rock On)થી કરી હતી. આ ફિલ્મનું ગીત `રોક ઓન` પણ ફરહાને પોતે ગાયું હતું. ફરહાન અખ્તરના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેણે દિગ્દર્શણમાં પોતાની બે ફિલ્મો ‘જી લે ઝરા’ (Jee Le Zaraa) અને ‘ડૉન ૩’ (Don 3)ની જાહેરાત કરી દીધી છે.

ફરહાન અખ્તરે બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુ સમય પસાર કર્યો છે. જાવેદ અખ્તરનો દીકરો હોવા છતાં તેને પ્રોફેશનલ લાઈફમાં ઘણી મહેનત કરવી પડી હતી. આ સખત મહેનતનું પરિણામ છે કે સોશ્યલ મીડિયા પર ફરહાનની સારી ફેન ફોલોઈંગ છે.

farhan akhtar happy birthday shabana azmi shibani dandekar javed akhtar social media entertainment news bollywood bollywood news bollywood gossips