07 April, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન
હાલમાં જ કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફારાહ ખાને એક ઇન્ટરવ્યુમાં પોતાનાં સાસુ વિશે વાત કરી છે. ફારાહ ખાને પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે. તે કોઈ સેલિબ્રિટીના ઘરે જાય છે અથવા તો તેને પોતાના ઘરે બોલાવીને સાથે જમવાનું બનાવે છે.
હાલમાં ફારાહ ખાન ઍક્ટ્રેસ કરિશ્મા તન્નાના સાસરે ગઈ હતી. અહીં વાત કરતાં ફારાહ ખાને કહ્યું કે ‘જ્યારે સાઉથ ઇન્ડિયન પરિવારમાં લગ્ન કર્યાં હતાં ત્યારે મેં પણ કલ્ચરલ ડિફરન્સનો સામનો કર્યો હતો. એ સમયે હું રસોઈ બનાવવા માટે મિક્સરનો ઉપયોગ કરું તો મારાં સાસુ ગુસ્સે થઈ જતાં. એક વખત મારાં સાસુએ મને કહ્યું હતું કે મસાલાને સિલબટ્ટા પર તૈયાર કરજે અને મિક્સરનો ઉપયોગ ન કરતી. એ સમયે મેં કર્યું તો ખરું, પણ વિચાર્યું કે આટલો બધો સમય કોની પાસે છે ભાઈ?’
ફારાહ ખાને ૨૦૦૪માં તેનાથી ૯ વર્ષ નાના ફિલ્મમેકર અને એડિટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યાં છે અને તેમને ત્રણ બાળકો છે.