દીકરી આરાધ્યા થઈ ગઈ છે મમ્મી ઐશ્વર્યા કરતાં પણ ઊંચી

07 January, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન ન્યુ યૉર્કમાં વેકેશન ગાળીને મુંબઈ ઍરપોર્ટ પર પરત આવતી વખતે સાથે જોવા મળ્યાં હતાં

પરિવાર વેકેશન પરથી પરત આવતી વખતે ઍરપોર્ટ પર જોવા મળ્યો

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન ન્યુ યૉર્કમાં વેકેશન ગાળીને મુંબઈ ઍરપોર્ટ પર પરત આવતી વખતે સાથે જોવા મળ્યાં હતાં. નવા વર્ષની શરૂઆતમાં તેઓ પૉઝિટિવ એનર્જી સાથે ખૂબ ખુશ દેખાતાં હતાં. આ સમયે ત્રણેય મૅચિંગ બ્લૅક આઉટફિટ્સમાં જોવાં મળ્યાં હતાં. આ સમયે અભિષેક અને ઐશ્વર્યાએ તો એક જેવી બ્લૅક કૅપ પણ પહેરી હતી.

ઍરપોર્ટમાંથી બહાર નીકળતી વખતે અભિષેક સૌથી આગળ હતો જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા તેની પાછળ હતાં. આ સમયે ફૅન્સે નોંધ્યું કે હવે આરાધ્યાની હાઇટ મમ્મી ઐશ્વર્યા કરતાં પણ વધી ગઈ છે. ઍરપોર્ટ પર બહાર નીકળતી વખતે પરિવાર બહુ જ રિલૅક્સ્ડ હતો જે જોઈને લાગે છે કે પરિવારે ક્રિસમસ અને ન્યુ યરની રજાઓ ખૂબ શાંતિ અને આરામથી પસાર કરી છે.

aishwarya rai bachchan aaradhya bachchan abhishek bachchan entertainment news bollywood bollywood news