21 January, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂરનું બેબી બમ્પ સાથે ફોટોશૂટ
પ્રેગ્નન્ટ સોનમ કપૂરે હાલમાં બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. સોનમ ૪૦ વર્ષની ઉંમરે બીજી વખત મમ્મી બનવાની છે અને તેણે પોતાના આ મૅટરનિટી ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. આ તસવીરોમાં સોનમ ઑલ બ્લૅક આઉટફિટમાં પોઝ આપતી જોઈ શકાય છે અને તેણે ક્રૉપ ટૉપ, સ્કર્ટ તેમ જ ઉપરથી બ્લૅક બ્લેઝર પહેર્યાં છે.
બૉલીવુડની ૯૦ના દાયકાની માધુરી દીક્ષિત અને જૅકી શ્રોફની સફળ જોડી કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના સેટ પર સાથે જોવા મળી હતી. આ સેટ પર જૅકીએ માધુરીના હાથ પર હળવી કિસ કરીને તેનું સ્વાગત કર્યું હતું જે જોઈને ફૅન્સ ફરીથી આ જોડીની કેમિસ્ટ્રી પર ફિદા થઈ ગયા હતા.
જય ભાનુશાલી સાથેના તલાક બાદ માહીએ પહેલાં નવી કાર ખરીદી હતી અને હવે તેણે પોતાના નવા ઘરની તસવીરો શૅર કરી છે. માહીએ આ તસવીરો શૅર કરતાં લખ્યું છે કે ‘નવી શરૂઆત’. માહીએ નવા ઘરમાં પૂજા કર્યા બાદ પરિવાર સાથેની તસવીરો પણ શૅર કરી છે એટલું જ નહીં, ઘરમાંથી દેખાતા સુંદર નજારાની પણ એક ઝલક બતાવી છે. માહી વિજ નવા ઘરની પૂજામાં ભારે ખુશખુશાલ દેખાઈ રહી છે.