કંઈ પણ લખતાં પહેલાં ડબલ ચેક કરવું જરૂરી છે : ઝીનત અમાન

20 May, 2023 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝીનત અમાને જણાવ્યું છે કે કંઈ પણ લખતાં પહેલાં તમારે ડબલ ચેક કરવું જરૂરી છે. એક આર્ટિકલમાં લખાયું હતું કે ઝીનત અમાનથી માંડીને નર્ગિસ ફખરી જેવા બૉલીવુડ સ્ટાર્સ મિક્સ એથ્નિસિટીના છે

ફાઇલ તસવીર

ઝીનત અમાને જણાવ્યું છે કે કંઈ પણ લખતાં પહેલાં તમારે ડબલ ચેક કરવું જરૂરી છે. એક આર્ટિકલમાં લખાયું હતું કે ઝીનત અમાનથી માંડીને નર્ગિસ ફખરી જેવા બૉલીવુડ સ્ટાર્સ મિક્સ એથ્નિસિટીના છે. આ આર્ટિકલને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ઝીનત અમાને લખ્યું કે ‘હું ખુશ છું કે હું આવા સુંદર ઍક્ટર્સની કંપનીમાં છું. જોકે મારી નમ્ર વિનંતી છે કે આવા કોઈ પણ આર્ટિકલ પોસ્ટ કરતા અગાઉ બે વખત ચેક કરી લેવું જોઈએ. મારી મમ્મી જર્મન ક્રિશ્ચન નહોતી, તે ઇન્ડિયન હિન્દુ હતી. તેનાં બીજાં લગ્ન જર્મન વ્યક્તિ સાથે થયાં હતાં. મારા પિતા ભારતીય મુસ્લિમ હતા. આ માહિતી જગજાહેર છે. મારા ઇન્સ્ટાગ્રામ પર પણ છે. હું જર્મન ભાષામાં ફ્લુઅન્ટ નથી. જોકે હું સમજી શકું છું. મારી મમ્મી હિન્દુ ધર્મને માને છે અને તેઓ ઉદાર, પ્રેમાળ અને સશક્તિકરણનાં પ્રતીક હતાં. તેની આસ્થાએ તેને મારા પિતા અમાનુલ્લાહ ખાન સાથે લગ્ન કરતાં ન અટકાવી. તેઓ જુદાં થયા બાદ મારી મમ્મીએ જર્મન વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને હું અંકલ હાઇન્ઝ કહેતી હતી. મારી મમ્મીએ મને પોતાના પગ પર ઊભા રહેતાં અને પોતાની મરજી પ્રમાણે જીવતાં શીખવાડ્યું છે.’ 

entertainment news bollywood news zeenat aman