07 October, 2021 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યા દત્તા
દિવ્યા દત્તા તેનું નવું પુસ્તક ‘સ્ટાર ઇન માય સ્કાય’ લઈને આવી છે. તેણે ૨૦૧૭માં ‘મી ઍન્ડ મા’ બુક દ્વારા લેખિકા તરીકે શરૂઆત કરી હતી. ‘સ્ટાર ઇન માય સ્કાય’માં તેણે તેની લાઇફની ઇમોશનલ જર્ની વિશે વાત કરી છે જેને ૨૫ ઑક્ટોબરે લૉન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ બુક વિશે વાત કરતાં દિવ્યાએ કહ્યું હતું કે ‘ફિલ્મોમાં મારી જર્ની ખૂબ જ સારી રહી છે અને મારી લાઇફમાં પર્સનલી અને પ્રોફેશનલી આવેલી તમામ વ્યક્તિઓ વગર એ શક્ય નહોતું.’
આ બુકમાં તેણે અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન અને રાકેશ ઓમપ્રકાશ મેહરા જેવી ઘણી સેલબ્રિટીઝ સાથેની તેની વાતચીત વિશે પણ વાત કરી છે. દિવ્યા દત્તાની મુસાફરીમાં આ વ્યક્તિઓએ પણ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. આ વિશે દિવ્યા દત્તાએ કહ્યું હતું કે ‘મારી કરીઅરની વાત આવે ત્યારે મને લાગે છે કે જ્યારે મને ખૂબ જ સારાં પાત્રોની ઑફર કરવામાં આવી હતી ત્યારે મારી મુસાફરી શરૂ થઈ હોવાનું મને લાગે છે. મારી લાઇફમાં હું જે પણ સુંદર લોકોને મળી હતી તે પછી મારા કો-ઍક્ટર્સ હોય કે ડિરેક્ટર્સ તેમના વિશે આ બુક દ્વારા હું મારા રીડર્સને જણાવીશ.’