✕

દિલજિત દોસાંઝની દિલ્હી કૉન્સર્ટને પોલીસની મંજૂરી મળી ગઈ

24 October, 2026 04:10 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

શરૂઆતમાં આ કૉન્સર્ટને મંજૂરી આપવામાં આવી નહોતી, પણ હવે દિલ્હી પોલીસે કેટલીક શરતો મૂકી છે. આમાં પ્રાઇવેટ સિક્યૉરિટી-ગાર્ડ્‌સની સંખ્યા અને ભીડનું વ્યવસ્થાપન કરવા સંબંધિત જરૂરિયાતોનો સમાવેશ થાય છે.

દિલજિત દોસાંઝ દિલ્હીમાં સશરતે કરશે કોનસર્ટ

દિલ્હી પોલીસે 30 ઑક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ (JLN) સ્ટેડિયમમાં યોજાનારી દિલજિત દોસાંઝની કૉન્સર્ટને લીલી ઝંડી આપી દીધી છે. શરૂઆતમાં આ કૉન્સર્ટને મંજૂરી આપવામાં આવી નહોતી, પણ હવે દિલ્હી પોલીસે કેટલીક શરતો મૂકી છે. આમાં પ્રાઇવેટ સિક્યૉરિટી-ગાર્ડ્‌સની સંખ્યા અને ભીડનું વ્યવસ્થાપન કરવા સંબંધિત જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આયોજકો દ્વારા શરતોનું પાલન કરવાની સંમતિ દર્શાવ્યા બાદ પરવાનગી આપવામાં આવી હતી.

ઑરા વર્લ્ડ ટૂર હેઠળ દિલ્હી પછી દિલજિત દોસાંઝની કૉન્સર્ટ ઇન્દોર, અમદાવાદ, મુંબઈ, બૅન્ગલોર, લખનઉ અને ચંડીગઢ જેવા શહેરોમાં પણ યોજાવાની છે.

diljit dosanjh delhi police jawaharlal nehru stadium bollywood news bollywood bollywood gossips entertainment news new delhi indore chandigarh bollywood buzz