28 September, 2023 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ફાતિમા સના શેખ, રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા અને સંજના સંઘીની આગામી ફિલ્મ ‘ધક ધક’ ૧૩ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાઇક પર ફરવા નીકળેલી ચાર મહિલાઓની સ્ટોરી છે. તેમની દિલ્હીથી ખારદુંગ લા સુધીની જર્ની દરમ્યાન ઇમોશન્સ, સાહસ અને તેમને મળેલા વિવિધ અનુભવો દેખાડવામાં આવશે. ફિલ્મને તરુણ દુદેજાએ ડિરેક્ટ કરી છે. વાયકૉમ 18 અને તાપસી પન્નુએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફાતિમા સના શેખે કૅપ્શન આપી હતી, ‘ચાર સાધારણ મહિલાઓ ઇમોશન્સ, ઍડ્વેન્ચર્સ અને ડિસ્કવરીની અસાધારણ જર્ની માટે સાથે આવે છે. ૧૩ ઑક્ટોબરે થિયેટરમાં ‘ધક ધક’ રિલીઝ થવાની છે.’