22 April, 2023 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર આહુજા
સોનમ કપૂર આહુજાને દેશની ગરમીને જોતાં સાડી વધુ કમ્ફર્ટેબલ લાગે છે. તે હાલમાં જ ઍપલના સીઈઓ ટિમ કુક સાથે આઇપીએલ મૅચ જોવા ગઈ હતી. એ દરમ્યાન તેણે સાડી અને વિન્ટેજ જ્વેલરી પહેરી હતી. સોનમની સાથે તેનો હસબન્ડ આનંદ એસ. આહુજા પણ હતો. ટિમ કુક સાથેના કેટલાક ફોટો શૅર કરીને સોનમે તેની પ્રશંસા પણ કરી છે. સાથે જ સાડી પહેરેલો પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી, ‘સિમ્પલ લિનન સાડીની સાથે વિન્ટેજ જ્વેલરી. ભારતની ગરમીમાં મને સાડી સૌથી વધુ કમ્ફર્ટેબલ લાગે છે. આટલી સ્ટાઇલિશ સાડી ડિઝાઇન કરવા માટે અને સૌથી સુંદર સાડી કે જે સરળતાને દર્શાવે છે એ માટે અનાવિલા, થૅન્ક યુ.’