Chrisann Pereira:શારજાહ જેલમાંથી છૂટીને મુંબઈ પહોંચી એક્ટ્રેસ

03 August, 2023 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Chrisann Pereira: બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરા આ 1 એપ્રિલથી સંયુક્ત અરબ અમીરાતની શારજાહ જેલમાં બંધ હતી. એક્ટ્રેસની ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. તો હવે મહિનાઓ બાદ ક્રિસન પરેરાને બેલ મળી ગઈ છે.

ક્રિસન પરેરા

બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરા આ 1 એપ્રિલથી સંયુક્ત અરબ અમીરાતની શારજાહ જેલમાં બંધ હતી. એક્ટ્રેસની ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. તો હવે મહિનાઓ બાદ ક્રિસન પરેરાને બેલ મળી ગઈ છે.

બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરા સંયુક્ત અરબ અમીરાતની શારજાહ જેલમાંથી રાહત મળ્યા બાદ ભારત પાછી ફરી છે. એક્ટ્રેસની 1 એપ્રિલના રોજ ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ શારજાહથી મુંબઈ પાછી આવી ગઈ છે. તેણે કહ્યું કે તે મુંબઈઈ પોલીસ અધિકારી વિવેક ફણસલકર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત બૉલિવૂડ ફિલ્મ સડક 2માં અભિનય કરનારી પરેરા (27)ને 1 એપ્રિલના રોજ શારજાહ ઍરપૉર્ટ પર એક સ્મૃતિ ચિહ્નમાં ડ્રગ્સ મળ્યા બાદ પકડી લેવામાં આવી હતી. એક્ટ્રેસને અવૉર્ડની ટ્રોફીમાં ડ્રગ્સ ભરીને લઈ જવા મામલે શારજાહ પોલીસે ધરપકડ કરી લીધી હતી.

ક્રિસન પરેરાના મુંબઈ આવવા પર તેમના ભાઈ કેવિન પરેરાએ આનંદ વ્યક્ત કર્યો અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ શૅર કર્યો. આ વીડિયો સાથેના કૅપ્શનમાં ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ લખ્યું, "ક્રિસન આખરે પાછી આવી ગઈ છે અને અમને મળી, મને ખબર છે કે મેં જૂનમાં કહ્યું હતું કે તે પાછી આવી જશે, પણ આમાં થોડો હજી સમય લાગી ગયો અને અંતે તે પાછી આવી ગઈ."

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ વર્ષે એપ્રિલમાં ડ્રગ-તસ્કરી મામલે એક્ટ્રેસ ક્રિસન પરેરાને ફસાવવાના આરોપમાં બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આમાં બોરીવલી સ્થિત એક બેકરીના માલિક એન્થોની પૉલ (35 વર્ષ) અનને તેમના સાથી બેન્કર રાજેશ બોભાટે (34 વર્ષ)નું નામ સામેલ છે. તેમણે પૂછપરછમાં જણાવ્યું કે તેમણે ટ્રૉફીમાં ડ્રગ્સ સંતાડીને રાખી દીધા હતા. એક્ટ્રેસ ક્રિસન પરેરાને અજાણતા જ ફસાવવામાં આવી હતી.

`સડક 2` અને `બાટલા હાઉસ` જેવી ફિલ્મોમાં કામ કરી પોતાની આગવી ઓળખ બનાવનારી બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરાની લાઈફ કોઈ થ્રિલર ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. 27 વર્ષની ક્રિસનના જીવનમાં એકાએક એવો વળાંક આવી ગયો કે તેણે જેલ જવું પડ્યું. ઉલ્લેખનીય છે કે ક્રિસન પરેરા એક એપ્રિલના ક્રિસન મુંબઈથી શારજાહ જઈ રહી હતી. તે શારજાહ પોતાની એક ફિલ્મના ઑડિશન માટે ગઈ હતી, પણ તેને શારજાહ પહોંચા પર અરેસ્ટ કરી લેવામાં આવી. હકીકતે, ક્રિસન પાસે ડ્રગ્સથી ભરેલી શીલ્ડ મળી, જેના પથી તેની ધરપકડ કરીને કેને જેલ મોકલી દેવામાં આવી. પછીથી ખબર પડી કે આ આખી ઘટના ફેક હતી, એક્ટ્રેસને ફસાવવામાં આવી હતી.

ભાઈને મળીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી ક્રિસન પરેરા
ક્રિસન પરેરા ભારત પાછી આવ્યા બાદ તેના ભાઈ કેવિન પરેરાએ એક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રિસન પોતાના ભાઈ કેવિનને દૂરથી જોતાં જ રડવાનું શરૂ કરી દે છે. તે એટલી વધારે ભાવુક થઈ જાય છે કે કેવિનને ભેટીને રડવા માંડે છે. ત્યાર બાદ તે પોતાની મમ્મીને મળે છે. આ ઈમોશનલ મોમેન્ટનો વીડિયો શૅર કરતા કેવિને કૅપ્શનમાં લખ્યું, "આખરે ક્રિસન પાછી આવી અને અમે બધા ફરી મળ્યા. મને ખબર છે મેં કહ્યું હતું કે તે જૂન મહિનામાં પાછી આવશે. પણ થોડો વધારે સમય લાગી ગયો પણ તે હવે પાછી આવી ગઈ છે."

mumbai airport bollywood news mahesh bhatt mumbai crime branch instagram united arab emirates sharjah