26 May, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૧૭માં રિલીઝ થયેલી શ્રીદેવી અભિનીત ફિલ્મ ‘મૉમ’ બૉક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી હતી
ફિલ્મમેકર બોની કપૂરે ફિલ્મ ‘મૉમ 2’ને લઈને મોટી અપડેટ આપી છે. ૨૦૧૭માં રિલીઝ થયેલી શ્રીદેવી અભિનીત ફિલ્મ ‘મૉમ’ બૉક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી હતી અને હવે બોનીએ એની સીક્વલ વિશે મહત્ત્વની માહિતી આપી છે. બોનીએ જણાવ્યું છે કે સીક્વલનું નિર્માણકાર્ય પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે અને એ ગ્રેટર નોએડા પાસે યમુના એક્સપ્રેસવે કિનારે વિકસાવવામાં આવી રહેલી નવી ઇન્ટરનૅશનલ ફિલ્મ સિટીમાં શૂટ થનારો પ્રથમ પ્રોજેક્ટ બનશે.
નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં બોનીએ કહ્યું હતું કે ‘‘મૉમ 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. એના ડિરેક્ટર ‘મૉમ’ની સ્ટોરી લખનાર ગિરીશ કોહલી છે. અમારી ટીમમાં અલગ-અલગ જગ્યાઓના ટેક્નિશિયન સામેલ છે. અમારી સાથે બંગાળના અભિનેતા જીશુ પણ છે. સાથે જ ટીવી અને ફિલ્મોની જાણીતી ઍક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ આ ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે.’