13 June, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાદશાહ
સિંગર બાદશાહને એક વખત વિચિત્ર અનુભવ થયો હતો જ્યારે એક ફૅને તેને બાથરૂમમાં સેલ્ફીની રિક્વેસ્ટ કરી હતી. આ વાત તેણે નેટફ્લિક્સ પર આવતા શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં કહી છે. આ શનિવારે આ શોમાં બાદશાહની સાથે રૅપર ડિવાઇન અને રૅપર કરણ ઔજલા પણ જોવા મળશે. કરણનું એક ગીત ‘શેખ’ ૨૦૨૦માં રિલીઝ થયું હતું. એમાં તેણે વાઘ સાથે કામ કર્યું હતું. આ શોના હોસ્ટ કપિલ શર્માએ તેને પૂછ્યું કે શું તને ડર નહોતો લાગ્યો? તો એનો જવાબ આપતાં કરણ કહે છે, ‘ડર તો લાગ્યો હતો. હું ભાગવા માટે પણ તૈયાર હતો.’
તો કપિલ કહે છે કે શું તને લાગે છે કે તું વાઘ કરતાં પણ ઝડપથી દોડી શકીશ?
બાદમાં બાદશાહને કપિલ પૂછે છે કે ‘સર, તમારા ફૅન્સ તો તમને ખૂબ પ્રેમ કરે છે. શું કદી એવું બન્યું છે કે કોઈ વિચિત્ર જગ્યાએ ફૅને ફોટોની રિક્વેસ્ટ કરી હોય?’
તો એનો જવાબ આપતાં બાદશાહ કહે છે, બાથરૂમમાં સેલ્ફી લેવા કહ્યું હતું.